Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાજપે આ 16 બેઠકો હજુ પણ નથી કરી જાહેર, 166ની થયો છે યાદીમાં સમાવેશ

  • November 13, 2022 

મનોમંથન કરી ભાજપે 166 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કામાં 160 અને આજે બીજા તબક્કામાં 6 નામો જાહેર કરાયા છે. ત્યારે કેટલીક સીટોના નામો હજુ પણ બાકી છે. ત્રીજા તબક્કામાં ભાજપની બાકીની 16 બેઠકોના નામની જાહેરાત થવાની બાકી છે. જે 14 તારીખે પહેલા જાહેર કરવામાં આવશે ત્યાર પછી ઝંઝાવાતી પ્રચાર પર ભાજપ ફોકસ કરશે. પરંતુ આ નામો જાહેર ના કરવાના ઘણા કારણો છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ આ નામોની યાદી જાહેરા થશે.


ઉત્તર ગુજરાતમાં આ નામોની છે ચર્ચા

ગાંધીનગર જિલ્લાની ચાર બેઠકોની જાહેરાત થવાની બાકી છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકરના નામની જાહેરાત કરવામાં આવી નથી તે અંગે હજુ અટકળો ચાલી રહી છે. કલોલ પરથી કે રાધનપુરમાંથી કે ગાંધીનગરથી ટિકિટ આપવી તેને લઈને અસમંજસ છે. ગાંધીનગર ઉત્તર બેઠક પર પૂર્વ મેયર રીટા પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. કલોલ બેઠક પર ઠાકોર સમાજને ટિકિટ આપવાની ચર્ચા છે.


કલોલમાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ બળદેવજી ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે. માણસા બેઠકની વાત કરીએ તો આ સમયે અમિત ચૌધરીનું નામ ચર્ચાઈ રહ્યું છે. મહેમદાવાદ પર મંત્રી અર્જુનસિંહ ચૌહાણના નામની અટકળો ચાલી રહી છે સાથે જ મહેમદાવાદ બેઠકમાં ફેરફારને લઈને સંગઠનમાં પણ અટકળો ચાલી રહી છે. પાટણ બેઠક માટે કોઈ પટેલ દાવેદાર અને અને રણછોડ રબારીની પ્રબળ દાવેદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાકીના 16 ઉમેદવારોના નામ આવતીકાલ સુધીમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.


આ 16 છે બેઠકો બાકી

1.રાધનપુર

2.પાટણ

3.ખેરાલુ

4.હિંમતનગર

5.ગાંધીનગર ઉત્તર

6.ગાંધીનગર દક્ષિણ

7.માણસા

8.કલોલ

9.વટવા

10.પેટલાદ

11.મહેમદાબાદ

12.ઝાલોદ

13.ગરબાડા

14 સયાજીગંજ

15.માંજલપુર


16 પાવી જેતપુર




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application