ભાજપ એક ચૂંટણી પૂરી થાય એટલે તરત જ તે પછી આવતી બીજી ચૂંટણીની તૈયારીઓમાં લાગી જાય છે. હમણાં જ 156 બેઠકો સાથે વિધાનસભા ચૂંટણીમાં વિક્રમ બનાવ્યો અને પાર્ટીએ મનોમંથન શરૂ કરી દીધું છે. જો કે વિધાનસભા ચૂંટણીના પરિણામો અને સમીકરણોની આ સમીક્ષા લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને કરવામાં આવી છે. 2024માં યોજાનારી આ ચૂંટણી માટે ભાજપે સોમવારે બે બેઠકો કરીને તેના માટેનો અંદાજ મેળવ્યો હતો.
સવારે ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે પ્રદેશ, જિલ્લા અને શહેર સંગઠનના હોદેદારો સાથે એક બેઠક કરી હતી. આબ્રકમા તેમણે વિધાનસભા ચૂંટણી દરમિયાન ચાલેલાં સમીકરણો અને ભાજપને મળેલા મતો અંગેની છણાવટ કરી હતી. સાંજે મુખ્યમંત્રી આવાસ પર ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે આ બન્ને બેઠકોમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને ચર્ચા કરવામાં આવી છે.
વિધાનસભા ચૂંટણીના પરિણામ પ્રોત્સાહક છે તેથી તેમાં કોઇ ચિંતાનો વિષય નથી. પરંતુ તેના પરિણામોની થયેલી સમીક્ષા હવે આગામી લોકસભાની ચૂંટણીને કેન્દ્રસ્થાને રાખીને કરાઇ છે. આવતી લોકસભા ચૂંટણીમાં 26 પૈકી 7થી 8 સાંસદોને કાપી ભાજપ નવા ઉમેદવારોને ઉતારી શકે છે. આ ચહેરાઓમાં કેટલાંક વર્તમાન ધારાસભ્યો પણ હોઇ શકે. જે ધારાસભ્યોએ સારી એવી લીડથી જીત મેળવી છે તેમના નામ ૫૨ પણ ભાજપની બેઠકમાં ચર્ચા થઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500