રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે રાહુલ ગાંધીએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં નથી જઈ રહ્યા. આ પાછળનું કારણ જણાવતા રાહુલ ગાંધીએ કહ્યું, 22જાન્યુઆરીની ઘટના એક રાજકીય કાર્યક્રમ છે. અમે બધા ધર્મો સાથે છીએ. હું ધર્મનો લાભ લેવા માંગતો નથી. મને એમાં રસ નથી. મારે મારા શર્ટ પર મારો ધર્મ પહેરવાની જરૂર નથી. જોકે, જેને ત્યાં જવું હોય તે જઈ શકે છે. પરંતુ અમે તે દિવસે ત્યાં જઈશું નહીં. અમારા પક્ષમાંથી કોઈ ત્યાં શકે છે. પરંતુ અમે આવા રાજકીય કાર્યક્રમોમાં નહીં જઈએ.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘મને લાગે છે કે જે સાચા અર્થમાં ધર્મમાં માને છે તેનો તેની સાથે અંગત સંબંધ હોય છે. હું મારું જીવન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરું છું. હું લોકો સાથે યોગ્ય વર્તન કરું છું અને તેમનો આદર કરું છું. હું નફરત ફેલાવતો નથી.’તેમણે વધુમાં કહ્યું કે આરએસએસ અને ભાજપે 22 જાન્યુઆરીના કાર્યક્રમને રાજકીય નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ બનાવી દીધો છે. આ સંઘ અને ભાજપનો કાર્યક્રમ બની ગયો છે. તેથી કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે તેઓ કાર્યક્રમમાં નહીં જાય. અમે એવા લોકોમાં છીએ જેઓ બધા ધર્મોને માને છે અને માન આપે છે. હિંદુ ધર્મના મોટા આગેવાનોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે તેને રાજકીય કાર્યક્રમ પણ ગણાવ્યો છે.
રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે પ્રતિક્રિયા પણ આવી છે. કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે રાહુલ ગાંધીના ગુરુ સામ પિત્રોડાનું નિવેદન થોડા દિવસ પહેલા જ આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કરોડો ભારતીયો રામ મંદિરના મુદ્દાને હૃદયથી અનુભવે છે. હવે રાહુલ ગાંધી જે કંઈ કહી રહ્યા છે તેનાથી લોકોની ભાવનાઓ પર કોઈ અસર નહીં થાય.રાહુલ ગાંધીએ નાગાલેન્ડના કોહિમા શહેરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા આ વાત કહી હતી. રાહુલ આ દિવસોમાં ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. મણિપુરથી શરૂ થયેલી રાહુલ ગાંધીની આ યાત્રા હાલ નાગાલેન્ડમાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500