કોંગ્રેસના 46 ઉમેદવારોની બીજી યાદી ગઈકાલે જ જાહેર કરવામાં આવી છે. પાર્ટીએ અત્યાર સુધી જાહેર કરેલી યાદીમાં 10 મહિલા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા છે. આવી સ્થિતિમાં ભાજપે 160માંથી 14 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ગઈકાલે રાત્રે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી તેમાં કેટલાક ધારાસભ્યોને રિપીટ કરાયા છે. જેમાં 89 ઉમેદવારોમાંથી 10 મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. હજુ વધુ મહિલાઓને કોંગ્રેસ દ્વારા આગળની યાદીમાં સ્થાન આપવામાં આવી શકે છે.ભાજપે 2017માં મહિલાઓને આપેલી ટિકિટની સરખામણીમાં વધુ સ્થાન આપ્યું છે. યુવા મતદારો અને મહિલા મતદારોની રાજ્યમાં વધું છે. ત્યારે ભાજપ યુવા અને મહિલાઓને જૂજ ચાન્સ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીની યાદીમાં આપે છે ત્યારે આ વખતે ગત વખત કરતા વધુ મહિલાઓને ઉમેદવારીની યાદીમાં સમાવવામાં આવી છે. 14 ટકા મહિલાઓને ઉમેદવારોની યાદીમાં સમાવેશ કરાઈ છે.
કોંગ્રેસે આ 10 મહિલા ઉમેદવારોને આપ્યું ઉમેદવારોમાં સ્થાન
1 કલ્પના મકવાણા – લીંબડી
2 જેરમાબેન વસાવા – દીદીપદા
3 ભારતીબેન પટેલ – કરંજ
4 અમીબેન યાજ્ઞિક-ઘાટલોડીયા
5 સ્નેહલતાબેન ખાંટ – મોરવાહડફ
6 અમીબેન રાવત – સંયાજીગંજ
7 તશ્વીનીસિંઘ – માંજલપુર
8 પન્નાપટેલ – બારડોલી
9 હેમાંગીના ગરાસિયા – સુરત
10 જયશ્રીબેન પટેલ-પારડી
ગુજરાતમાં આ બેઠક પરથી ભાજપે મહિલાઓને આપી ટિકિટ
1. માલતીબહેન મહેશ્વરી – ગાંધીધામ
2. જીજ્ઞાબેન પડ્યા – વઢવાણ
3. દર્શિતાબેન શાહ - રાજકોટ પશ્ચિમ
4. ભાનુબેન બાબરીયા - રાજકોટ ગ્રામીણ
5. ગીતાબા જાડેજા – ગોંડલ
6. દર્શનાબેન દેશમુખ – નાંદોદ
7. સંગીતાબેન પાટિલ – લિંબાયત
8. ભીખીબેન પરમાર – બાયડ
9. પાયલબેન કુકરાણી – નરોડા
10. કંચનબેન રાદડિયા - ઠક્કરબાપા નગર
11. દર્શનાબેન વાઘેલા - અસારવા એસ.સી. ઉમેદવાર
12. નિમિષાબેન સુથાર - મેરવા હડફ એસ.ટી ઉમેદવાર
13. મનીષાબેન વકીલ - વડોદરા શહેર એસ.સી ઉમેદવાર
14. રીવાબા જાડેજા - જામનગર ઉત્તર
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500