રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો માં સુરત જિલ્લામાં પણ આ વખતે ભાજપનો ભગવો લહેરાયો હતો. સુરત જિલ્લાની છ માંથી 6 બેઠક પર ભાજપ વિજેતા બન્યું હતું. જોકે 2017 માં 6 પૈકી એક માંડવી વિધાનસભા કોંગ્રેસ પાસે હતી જે પણ ભાજપે આ વખતે આંચકી લીધી હતી.રાજ્યમાં ૮મી ડીસેમ્બરે જે પ્રમાણે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે . જેમાં દક્ષિણ ગુજરાતે પણ પોતાનો ગઢ જાળવી રાખ્યો હતો.
વાત કરીએ સુરત જિલ્લાની તો સુરત શહેરની સાથે સુરત જિલ્લામાં ભાજપનો ગઢ રહ્યો છે. અને આ વખતે સુરત જિલ્લાની છ એ છ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. સુરત જિલ્લાની મહત્વની બારડોલી બેઠક પર પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારની સતત ત્રીજી ટર્મમાં જીત થઈ હતી. 89000 જંગી મતો થી ઈશ્વર પરમાર વિજયી થયા હતા. ત્યારબાદ મહુવા બેઠક પર આમ આદમી પાર્ટી એ કોંગ્રેસની બાજી બગાડી હતી.
ભાજપના ઉમેદવાર મોહન ધોડિયા ની 31 હજાર મતો થી ત્રીજી ટર્મ માં વિજેતા બન્યા હતા. રસાકસી ભરી મહુવા બેઠક આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. અહીં આમ આદમી પાર્ટી 35,000 મત મેળવી જતા સીધો ફાયદો ભાજપને થયો હતો.
જ્યારે સુરત જિલ્લામાં કોંગ્રેસ નો ગઢ ગણાતી માંડવી બેઠક પર આ વખત અપ્સેટ સર્જાયો હતો. અને ૨૦ વર્ષના કોંગ્રેસના શાસનનો અંત આવીને ભાજપે માંડવી બેઠક કબજે કરી હતી. ભાજપના ઉમેદવાર કુંવરજી હડપતિ માંડવી બેઠક પર સોળ હજારથી વધુ મતો થી વિજેતા બન્યા હતા. આ માંડવી બેઠક પર પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે જાયન્ટ કિલર સમાન સાબિત થઈ હતી. કારણ આમ આદમી પાર્ટીની મહિલા ઉમેદવાર 40,000 થી વધુ મેતો મેળવી જતા કોંગ્રેસનો ખેલ બગાડ્યો હતો. અને જેનો સીધો ફાયદો ભાજપને થયો હતો.
ત્યારબાદ જિલ્લાની અન્ય બેઠકોની વાત કરીએ તો કામરેજ,માંગરોળ અને ઓલપાડ બેઠક પર ભાજપે ભવ્ય લીડ સાથે જીત મેળવી હતી. અને સુરત જિલ્લામાં ભાજપે આ વખતે ક્લીનશિપ કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500