અરવિંદ કેજરીવાલની શિક્ષણ મુદ્દે ચૂંટણીલક્ષી મોટી ગેરન્ટી આપવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આજે કચ્છની મુલાકાતે હતા ત્યારે તેમને શિક્ષણ મુદ્દે મોટી ગેરન્ટી આપી છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીનું કાર્ય શિક્ષણને લઈને દેશભરમાં જાણીતું છે ત્યારે દિલ્હી મોડલની સ્કૂલો ઉદાહરણરુપ બની ગઈ છે.
ત્યારે આ મામલે ગુજરાત અને આમ આદમી પાર્ટી વચ્ચે શિક્ષણને લઈને અગાઉ સોશિયલ મીડિયા વૉર પણ જોવા મળેલું છે. ત્યારે શહેરી વિસ્તારોમાં સ્કૂલોની ફીમાં વધારો મોટો પ્રશ્ન છે અને સરકારી સ્કૂલોની ઈન્ફ્રાસ્ટક્ચર સ્થિતિને લઈને પણ અગાઉ આપ પાર્ટીએ પ્રશ્નો ઉભા કર્યા છે ત્યારે આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલે નવી સ્કૂલો બનાવવાની,સારી સ્કૂલો આપવાની તેમજ ફી વધારવાના નિયંત્રણોને લઈને મોટી જાહેરાત કરી હતી.
અરવિંદ કેજરીવાલે તેમની ગેરન્ટીની અંદર કચ્છ ભૂજ ખાતેના પ્રવાસમાંઅરવિંદ કેજરીવાલે કહ્યું કે, એક સમયે દિલ્હીમાં પણ સ્કૂલોને લઈને વાત કરીએ તો ગુજરાત જેવા હાલ હતા. જો દિલ્હીની સ્થિતિ ઠીક કરી છે તો ગુજરાત પણ ઠીક કરી દઈશું. ભાજપ અને કોંગ્રેસ વાળાએ છેલ્લા ઘણા સમયથી કંઈ નથી કર્યું એટલે આમ આદમી પાર્ટીને આવવું પડ્યું છે.
આ ગેરન્ટી આપી કેદરીવાલે
પ્રાઇવેટ સ્કૂલને ફી વધારવી હશે તો સરકારની પરમીશન લેવી પડશે. સરકારી સ્કૂલો નવી મોટા પ્રમાણમાં ખોલવા માટેની ગેરન્ટી આપી હતી. બધી પ્રાઈવેટ સ્કૂલોનું ઓડિટ કરાવવા માટે પણ ગેરન્ટી આપી હતી વિદ્યાસહાયકોના પ્રશ્નોને લઈને કહ્યું કે, હંગામી શિક્ષકોને કાયમી કરાશે. શિક્ષકોને અન્ય કોઈ ડ્યુટીમાં નહીં જોડવામાં આવે. સ્કૂલો કે જે પુસ્તકો તેમની પાસેથી જ લેવાની ફરજ પાડે છે તે પાડી શકશે નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500