ડાંગ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ થવા પહેલા સેંકડો નેતાઓ સહિત હજારો કાર્યકતાઓ કોંગ્રેસને રામ રામ કરી ભાજપની કંઠી ધારણ કરી લેતા કોંગ્રેસમાં ઉમેદવારો નો અભાવ વર્તાઈ રહ્યો છે, ત્યારે સુબિર તાલુકાની દહેર સીટ પરના કોંગ્રેસી આયાતી ઉમેદવાર પોતાનો ઉમેદવારી ના પુરાવા આપી ન શકતા તેની ઉમેદવારી રદ થઈ જતા ભાજપ પેનલના ઉમેદવારની બિનહરીફ વિજેતા બનતા કોંગ્રેસ છાવણીમાં સન્નાટો વ્યાપી જવા સાથે રાજકીય માહોલ ગરમાયો છે.
રાજકીય ક્ષેત્રે ચાણક્ય ગણાતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની આગેવાની હેઠળ ચૂંટણી ઇન્ચાર્જ ગણપતસિંહ વસાવા અને સહ ઇન્ચાર્જ અશોકભાઈ ધોરજીયા ની બેલડીએ વિધાનસભા ની પેટા ચૂંટણીમાં ન ભૂતો ન ભવિષ્યની પ્રચંડ બહુમતી સાથે ધારાસભ્ય ને ભવ્ય જીતના પ્રણેતા બન્યા બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પણ જવાબદારી મળતા ચૂંટણી રણસંગ્રામ ની રૂપરેખા ઘડી પોતાના ઉમેદવારો ને વિજય બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસ ભાજપની કાંટે કી ટક્કર જામે તે પહેલાં કોંગ્રેસના ખમતીધર અને કદાવર નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપની કંઠી ધારણ કરી લેતા કોંગ્રેસ પક્ષ માં ઉમેદવારોની અછત સર્જાઈ છે.
ભાજપે તાલુકા અને જિલ્લા પંચાયત ના ઉમેદવારોની પસંદગી કરી દેવાઈ છે, જ્યારે કોંગ્રેસ પક્ષ માં કોઈ ધુરંધર નેતા બાકી ન રહેતા કફોડી સ્થિતિ સર્જાઈ છે. ઉમેદવાર પત્રકની ચકાસણી વેળા સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ઓળખાતા સુબિર તાલુકાના દહેર સીટના આયાતી કોંગ્રેસી ઉમેદવાર પ્રદીપભાઈ સોલંકીના ફોર્મમાં પોતે મતદાર યાદીમાં નામ ન હોવા છતાં અધૂરી વિગતો ભરતા જરૂરી પુરાવાઓ રજૂ ન કરી શક્યા હતા,જેના કારણે તેમની ઉમેદવારી રદ થતા ચૂંટણી પહેલા જ ભાજપને તાલુકાની બેઠક બિનહરીફ થતા ભાજપીઓ ગેલમાં આવી જવા પામ્યો છે, જ્યારે કોંગ્રેસ છાવણીમાં યોગ્ય ઉમેદવારના આભાવે ચૂંટણી પહેલાજ મોટો આંચકો સહન કરવાનો વારો આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500