હિમાચલ પ્રદેશના મંડી મતદારક્ષેત્રના ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્મા બુધવારે દિલ્હીસ્થિત તેમનાં નિવાસસ્થાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હોવાનું પોલીસે કહ્યું હતું.
દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી ચિન્મય બિસ્વાલે કહ્યું હતું કે રામસ્વરૂપ શર્માનો મૃતદેહ પંખા પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાહતા જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.
૬૨ વર્ષના શર્મા જુદી જુદી બીમારીથી પીડાઈ રહ્યા હતા.પ્રથમદર્શી રીતે આ કેસ આત્મહત્યાનો જણાઈ રહ્યો હોવાનું પોલીસે કહ્યું હતું. ઘટનાસ્થળેથી કોઈ સ્યૂસાઈડ નૉટ ન મળી હોવાનું પોલીસે કહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application