ગુજરાતમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે.વલસાડના તિથલ રોડ પર ગણેશ મૂર્તિ લઈ જતી વખતે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી.આ દરમિયાન ભાજપના ધારાસભ્ય અને પોલીસ વચ્ચે મામલો એટલો વધી ગયો હતો કે ધારાસભ્યએ પોલીસને ધમકી આપી હતી કે હું જ્યારે ઈચ્છું ત્યારે રમખાણો કરાવી શકું છું.
જોકે ગણપતિની મૂર્તિ લઈ જતી વખતે ટ્રાફિક જામ થઈ ગયો હતો.જેના કારણે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી ડેપ્યુટી એસપી,પોલીસ ઈન્સ્પેક્ટર સહિત મોટી સંખ્યામાં પોલીસ દળ ત્યાં પહોંચી ગયું,જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રાફિકની સમસ્યાને જોતા પોલીસે ઘટનાસ્થળેથી વાગતા ડીજેનું લેપટોપ કબજે કર્યું હતું,આ અંગેની માહિતી મળતાં જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભરત પટેલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી,આ દરમિયાન ધારાસભ્યએ પોલીસને ધમકી પણ આપી હતી અને અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500