સુરતના ઉધના ખાતે ભાજપના અને કોંગ્રેસના નેતા આમ પાર્ટીમાં જોડાતા તેનું સ્વાગત કરવામાં આવ્યું. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ તરીકે પોતાની ઓળખ બનાવી રહી છે. આમ આદમી પાર્ટીને જનતા તરફથી જે પ્રચંડ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે તેના આધારે કહી શકાય છે કે,લોકો આમ આદમી પાર્ટીને ગુજરાતની સત્તા સોંપવા માટે તૈયાર જોવા મળી રહ્યાં છે.
આજે ગુજરાતના દરેક સમાજના,જાતિના,ધર્મના અને દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો આમ આદમી પાર્ટીમાં જોઇન્ટ થઈ રહ્યા છે. તેની સાથે સાથે બીજી પાર્ટીઓમાં જે ઈમાનદાર લોકો છે તેઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇને જનતાની સેવા કરવા માટે સતત આગળ આવી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં જોડાતા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.વિધાનસભાની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજો પક્ષ તરીકે ઉભરી આવે તો નવાઈ નહીં. કારણ કે,અંદોલનકારીઓ,સમાજ સેવકો અને ઉદ્યોગપતિઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
આ ઉપરાંત હવે ભાજપના કાર્યકર્તાઓ પણ આપમાં જોડાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. તેવામાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીના સંપર્કમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે આજરોજ ઉધના ખાતે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા નવા કાર્યકર્તાઓનું સ્વાગત કરવામાં આવ્યું. જેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા ભાઈ જયસિંહ રાજપૂત અને તેમના સમર્થકો સાથે તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા સાથે જ કોંગ્રેસના નેતા હેમંત પાટીલ અને સમાજવાદી પાર્ટીના નેતા સંજય યાદવ પણ આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા જેનું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500