Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાજપનો હાઈપ્રોફાઈલ પ્રચાર- સ્ટાર પ્રચારકો માટે બેંગ્લોર, દિલ્હીથી ગાંધીનગરમાં હેલિકોપ્ટર મંગાવ્યા, 14મીથી પ્રચાર

  • November 13, 2022 

ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ગાંધીનગર કમલમ સ્થિત તેની ઓફિસ પાસે હિલીપેડ ગ્રાઉન્ડ બનાવ્યું છે. જેમાં પાંચ હેલિકોપ્ટર એજન્સી થ્રુ મંગાવાયા છે. અત્યારે આ હેલિકોપ્ટર કમલમમાં લેન્ડ કરાવીને મૂકાયા છે.ભાજપે પોતાના સ્ટાર પ્રચારકો માટે આ હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે.


હેલિકોપ્ટર માટે કમલમની બાજુમાં બે હેલિપેડ પણ બનાવવામાં આવ્યા છે. એટલે કે આ ચૂંટણીમાં સોશિયલ મીડિયા, ડોર ટુ ડોર,ડીનર ડીપ્લોમસીની રણનીતિ સાથે ભાજપ હાઈફાઈ પ્રચાર પણ કરશે તે સ્પષ્ટ થઈ ગયું છે.આગામી વિધાનસભા ચૂંટણીમાં તેના સ્ટાર પ્રચારકોને ગાંધીનગરથી રાજ્યના વિવિધ વિસ્તારો અને સ્થળોએ લઈ જવા માટે હાઈટેક સુવિધાના ભાગરૂપે ભાજપે બેંગ્લોર,દિલ્હી અને મુંબઈથી પાંચ હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે. જેમાં કેટલાક હેલિકોપ્ટર આવી ચૂક્યા છે.



ભાજપે હેલિકોપ્ટરનો ઉપયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,યોગી આદિત્યનાથ સહિતના સ્ટાર પ્રચારકોને ગાંધીનગર-અમદાવાદથી ચૂંટણી સંબંધિત જાહેર સભાઓ અથવા પ્રચાર સભાના સ્થળોએ ઝડપી લઈ જવા માટે કરશે. આ સાથે ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી પણ બનાવી દીધી છે.સ્ટાર પ્રચારકો એક કરતા વધુ સ્થળોએ એક જ દિવસે વધુ સભાઓ યોજી શકે માટે આ વ્યવસ્થા કરાઈ છે. આવી સ્થિતિમાં ભાજપે પાંચ હેલિકોપ્ટરનો ઓર્ડર આપતા અત્યારથી જ હેલિકોપ્ટર તહેનાત કરી દેવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News