Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

BBCએ ભારતમાં ઓછી આવક બતાવી કર ચોરી કરી હોવાનું સ્વીકાર્યાનાં અહેવાલ

  • June 07, 2023 

BBCએ ભારતમાં કરચોરી કરી હોવાનું સ્વીકાર્યાનાં અહેવાલ છે. BBCએ સ્વીકાર્યુ હતું કે, તેણે ભારતમાં તેની જવાબદારીના પ્રમાણમાં ઓછો વેરો ચૂકવ્યો હતો. BBC ઇન્કમ ટેક્સના રાડાર હેઠળ છે. તેની દિલ્હી અને મુંબઈની ઓફિસમાં આવકવેરા સત્તાવાળાઓએ થોડા મહિનાઓ પહેલા સરવે કર્યો હતો. તેણે હજી સુધી સુધારેલું રિટર્ન ફાઇલ કર્યુ નથી. આ ઉપરાંત તેણે આવકવેરા વિભાગને કશું લેખિતમાં પણ આપ્યું નથી.




BBCનું નામ લીધા વગર આવકવેરા વિભાગે આરોપ મૂક્યો હતો કે, કેટલાક સંગઠનોના એકમો દ્વારા બતાવવામાં આવેલા આવક અને નફો ભારતમાં તેમની કામગીરીનું સાચું ચિત્ર રજૂ કરતાં નથી. તેમણે જણાવ્યું હતું ક, સરવેમાં જણાયું હતું કે કેટલાક રેમિટન્સીસ પર ટેક્સ ચૂકવાતો નથી. વિદેશી એકમોનાં ગુ્રપ દ્વારા આ આવકને રેમિટન્સીસ તરીકે બતાવાતી જ નથી. આ સમયે BBCએ જણાવ્યું હતું કે, તે સત્તાવાળાઓ સાથે સહયોગ કરી રહી છે.




બીજા શબ્દોમાં કહીએ તો BBCએ એક રીતે સ્વીકારી લીધું છે કે તેણે ભારતમાં તેની આવકનું અંડર રિપોર્ટિંગ કર્યુ હતું.BBCએ સુધારેલું રિટર્ન ફાઇલ કરવા માટેની પ્રક્રિયાનું પાલન કરવું પડશે. આ માટે તેણે બાકી નીકળતી રકમ, પેનલ્ટી અને વ્યાજ ચૂકવવું પડશે. આ રકમ કરોડોમાં થાય છે. વરિષ્ઠ અધિકારીઓનાં જણાવ્યા મુજબ, યુકે સરકાર ફંડેડ પ્રસારણકારે સીબીડીટીને મોકલેલા ઇમેઇલમાં કબૂલાત કરી છે કે તેઓએ 40 કરોડની આવકનું અંડરરિપોર્ટિંગ કર્યુ છે.




આ ઇ-મેઇલને હજી સુધી કાયદાકીય અધિકૃતતા મળી નથી. BBCએ વાતને ગંભીર રીતે લેવા માટે સુધારેલું રિટર્ન ફાઇલ કરવાની ફરજ પડશે. અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે દેશમાં કાયદો બધા માટે સમાન છે. કોઈપણ મીડિયા કંપની કે ફોરેન એકમને રાહત આપવાને કોઈ કારણ નથી. બીબીબીએ કાયદાકીય જોગવાઈ મુજબ કામ કરવું પડશે. આ બાબતનો તર્કબદ્ધ રીતે અંત નહી આવે ત્યાં સુધી કાયદાકીય કાર્યવાહી ચાલતી જ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application