Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે બી.એડ.નાં વિદ્યાર્થીઓને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અંગે માહિતગાર કરાયા

  • July 12, 2023 

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, સુરત ખાતે બેચલર ઓફ એજ્યુકેશન(B.Ed)નાં વિદ્યાર્થીઓને પીડિત મહિલાઓની મદદ માટે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઇન અને અભયમ એપ્લીકેશન વિષે માહિતગાર કરાયા હતા. મહિલાઓ સાથે થતી શારીરિક કે માનસિક ઘરેલુ હિંસા, જાતીય સતામણી કે કાર્યના સ્થળે થતી જાતીય સતામણી, લગ્ન જીવન તથા અન્ય સંબંધોમાં ઊભા થતા વિખવાદો, સ્ત્રીભૃણ હત્યા કાનૂની જોગવાઈઓ તેમજ સાયબર ગુનાઓ, સરકારી યોજનાઓ અને સહાયક માળખાઓની ઊંડાણપૂર્વક સમજ અને માર્ગદર્શન અભયમ ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને અભયમ એપના ખાસ પેનિક બટનની વિશેષ સુવિધા કે જે બટન દબાવતા જ એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે નોંધાવેલા સગા સંબંધીઓના ફોન નંબર પર એસ.એમ.એસ.થી સંદેશ મળી જાય છે અને કોઈ વિકટ સ્થિતિમાં તુરંત પરિવારને જાણ થાય છે એમ જણાવી મહિલા ઘટના સ્થળના ફોટો અને વિડીયો પણ એપ્લિકેશનની મદદથી મોકલી શકે તેવી સંપૂર્ણ સમજ ૧૮૧ ટીમ દ્વારા આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application