આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત પશ્વિમ રેલ્વે જવાનોની એક યાત્રા આજરોજ પાંચમાં દિવસે વ્યારા રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી હતી, બેન્ડ બાજાની ટીમ અને બુલેટ મોટર સાયકલ પર સવાર રેલ્વેના જવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ચલચિત્ર વાન સાથે વ્યારા રેલ્વે સ્ટેશન પર પહોંચતા તાપી જિલ્લા ટ્રાફિક શાખાનો સ્ટાફ પણ સાથે જોવા મળ્યો હતો, બાદમાં યાત્રાનું પાયલોટીંગ કરતા નજરે પડ્યા હતા. જોકે આ યાત્રા મહારાષ્ટ્રના અમલનેર ખાતે પહોચી પૂર્ણ થશે.
વ્યારા રેલ્વે સ્ટેશન ખાતે બુલેટ બાઈક પર સવાર થઈને ચલચિત્ર વાન લઈને પહોંચેલા રેલ્વેના જવાનોએ તાપીમિત્રને માહિતી આપતા જણાવ્યું હતું કે,પશ્ચિમ રેલ્વે સ્ટેશનોની સાથેસાથે દુર ક્ષેત્રમાં રેલ્વે સુરક્ષા,સંરક્ષણ અને સ્વચ્છતાથી સંબંધિત કર્યોથી પ્રજાજનોને જાગૃત કરીશું, રેલ્વે સુરક્ષાના જવાનો પણ આ ક્ષેત્રો અને સ્કૂલોમાં પણ રેલ્વેની કામગીરી/ ઉપલબ્ધી તેમજ જાગરૂકતા કાર્યથી માહિતીગાર કરશે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રેલ્વે સુરક્ષાકર્મીઓ તરફથી રન ફોર યુનિટી, જળ સેવા, વૃક્ષારોપણ સહિતના જુદાજુદા વિસ્તારમાં કાર્યક્રમ કરવામાં માટેનું આયોજન કરવામાં આવ્યું છે,ચલચિત્ર વાન હજારો કિલોમીટરનો અંતર કાપી અનેક રેલ્વે સ્ટેશનો પર પ્રજાજનોને રેલ્વે અને રેલ્વે સુરક્ષાબળની ઉપલબ્ધિઓથી રૂબરૂ કરાવશે, આજરોજ તાપી જિલ્લાના વ્યારા ખાતે પહોંચેલી આ યાત્રાના માધ્યમથી રેલ્વે જવાનોએ લોકોને ચલચિત્ર બતાવી આરપીએફની કામગીરી બાબતે તેમજ રેલ્વેની વિકાસ યાત્રા વિષે જાણકારી આપી હતી.
.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500