દેશમાં યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસીસ કમિશન)ની પરીક્ષા આપવાનો લોકોમાં ક્રેઝ એટલો વધતો જાય છે કે હવે ડોક્ટર, એન્જિનિયર પણ પરીક્ષા આપી રહ્યા છે. યુપીએસસીની પરીક્ષામાં પાસ થનારાની સંખ્યા મર્યાદિત હોય છે, પરંતુ દિવસે દિવસે યુપીએસની પરીક્ષા આપનારા ઉમેદવારોની સંખ્યા વધી રહી છે.આવા જ એક ઉમેદવારની વાત કરીએ. આઈઆઈએમના ગ્રેજ્યુએટ આયુષ ગોયલની. આયુષ ગોયલે 28 લાખ રુપિયાની નોકરી છોડીને આયુષે યુપીએસસીની પરીક્ષા આપવાનું ભૂત સવાર થયું હતું અને આખરે તેને રાત દિવસ મહેનત કરીને તેને સાકાર કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
અત્યાર સુધીમાં 20 લાખથી વધુ રુપિયાની નોકરી છોડનારા યુવકમાં આયુષના નામનો પણ સમાવેશ થયો છે. દિલ્હીના આયુષ ગોયલે યુપીએસસીની પરીક્ષામાં સફળ થવા માટે 28 લાખના પગારવાળી નોકરી છોડી દીધી હતી.આયુષ ગોયલ હંમેશાં આઈએએસ બનવાનું સપનું હતું. દિલ્હીની એક સરકારી સંસ્થામાં સ્ટડી કરનારા ગોયલે ગ્રેજ્યુએટ કર્યા પછી તેને કેટની પરીક્ષા પણ આપી હતી, ત્યારબાદ એમબીએ કર્યું હતું. એમબીએમાં સફળ રહ્યા પછી તેને જેપી મોર્ગન જોઈને કર્યું હતું, જ્યાં તેને વર્ષે 28 લાખનું પેકેજ ઓફર કરવામાં આવ્યું હતું.પિતા સુભાષ ચંદ્ર ગોયલની કરિયાણાની દુકાન છે, જ્યારે માતા ગૃહિણી છે. આયુષને 20 લાખ રુપિયાની લોન મળી હતી, જ્યારે આયુષને નોકરી મળી તો પરિવારના લોકો ખુશ હતા. એટલું જ નહીં, નોકરી મળ્યા પછી તો પરિવારમાં ખુશાલીનો માહોલ હતો, પરંતુ સાત મહિનામાં રાજીનામું આપીને પરિવારને ચોંકાવી દીધા હતા. કોઈ પણ જાતના કોચિંગ વિના તેને યુપીએસસીની પરીક્ષા આપવાની તૈયારી કરી હતી.
યુપીએસસીની પરીક્ષાનું ફોર્મ ભર્યું અને રાત દિવસ મહેનત કરીને સૌને ચોંકાવી નાખ્યા હતા, જ્યારે પરીક્ષા પાસ કરી હતી. યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા પછી દેશમાં તેનો 171મો રેંક આવ્યો હતો. કોઈ પણ જાતના ગાઈડન્સ કે કોચિંગ વિના યુપીએસસીમાં ટોપ કરનાર આયુષે કહ્યું હતું કે જિંદગીમાં ડ્રીમને સાકાર કરવા માટે અડગ મનોબળ અને મહેનત રંગ લાવી હતી. આ ઉપરાંત, ટાઈમ મેનેજમેન્ટ અને સતત શીખતા રહેવાની ધગશ તમને ચોક્કસ સફળતાના શિખરે લઈ જાય છે. રસના વિષયના પુસ્તક, ન્યૂઝ પેપર વાંચવાથી જ્ઞાનમાં વધારો થાય અને એનો ફાયદો પણ થાય છે, એમ તેણે જણાવ્યું હતું.પ્રેક્ટિસ મેકસ પર્ફેક્ટના આગ્રહી આયુષે કહ્યું હતું કે જૂના વર્ષોના પેપર તૈયાર કરવાની સાથે મોક ટેસ્ટ તથા પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ સહિત અન્ય પરિબળ મુદ્દે સતત સ્વમૂલ્યાંક કરવાનું ચૂકતો નહીં. પોતાના સપનાને સાકાર કરવા માટે આખરે લાખો રુપિયાના પેકેજવાળી નોકરી છોડવા માટે કોઈ અફસોસ નહીં હોવાનું જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500