Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજય સરકાર દ્વારા કારીગરોને પ્રોત્સાહન માટે વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ના એવોર્ડ જાહેર કરાયા

  • July 07, 2022 

રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વ્રારા હાથશાળ- હસ્તકલા ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરોને એવોર્ડ આપી સન્માન અને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૫ લાખની  માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. ટેક્ષ્ટાઇલ, ભરતકામ, મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડું તથા વાંસકામ/ મેટલ ક્રાફ્ટ, અન્ય ક્રાફ્ટ, મહિલા, યુવા કારીગર અને લુપ્ત થતી કલા જેવી સાત  કેટેગરીમાં કુલ ૨૨ કારીગરોને એવોર્ડ આપવામાં આવશે.


રાજય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા વર્ષ ૨૦૧૯ના હાથશાળ-હસ્તકલા રાજ્ય એવોર્ડ માટે પસંદ કરેલા કારીગરોની વિગતો આ મુજબ છે. ટેક્ષ્ટાઇલ કેટેગરીમાં સુરેન્દ્રનગર જિલ્લાના મકવાણા પંકજભાઈ ડુંગરભાઇને ડબલ ઇક્ક્ત પટોળા માટે પ્રથમ જ્યારે કચ્છના દુર્લભજી આણંદજી મકવાણાને બાટિક પેઇન્ટિંગ માટે દ્રિતીય, ભરતકામમાં કચ્છના તારાબેન રમેશભાઈ મારૂને સોલ્સ એસ આર્ટવેરમાં પ્રથમ જયારે કચ્છના દમાબાઈ પેથાભાઈ મારવાડાને ભરતકામ માટે દ્રિતીય, મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડું તથા વાંસકામ/ મેટલ ક્રાફ્ટ કેટેગરીમાં પોરબંદર જિલ્લાના એન્થોની જોસેફ ક્રિશ્ચનને વુડવર્ક-વાંસકામ માટે પ્રથમ જયારે કચ્છના બિજલાણી અંચલભાઈ પથુભાઇને લેધરવર્ક માટે દ્રિતીય એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.


આજ રીતે અન્ય ડ્રાફ્ટ કેટેગરીમાં ગાંધીનગરના બીના હસમુખ પટેલને વારલી પેઇન્ટિંગ માટે પ્રથમ, જયારે અમદાવાદના દિલીપ હરીલાલ જગડને ભરત કામ માટે દ્રિતીય, મહિલા કેટેગરીમાં કચ્છના ખત્રી સુમૈયા સરફરાજને બાંધણી માટે, યુવા કારીગર કેટેગરીમાં કચ્છના નજાર કલ્પેશ ધનજીભાઈને હાથ વણાટ માટે તેમજ લુપ્ત થતી કલા કેટેગરીમાં સુરેન્દ્રનગરના રાઠોડ વિજયાબેન બલદેવભાઈને લુપ્ત થતી કલાનો એવોર્ડ આપવામાં આવશે. 


આ ઉપરાંત રાજય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા વર્ષ ૨૦૨૦ના હાથશાળ-હસ્તકલા રાજ્ય એવોર્ડ માટે પસંદ કરેલા કારીગરોની વિગતો આ મુજબ છે.ટેક્ષ્ટાઇલ કેટેગરીમાં કચ્છ જિલ્લાના ખત્રી સાબેરા મજીદને  બાંધણી (ટાઈ એન્ડ ડાઈ) માટે પ્રથમ જયારે સુરેન્દ્રનગરના પરમાર ગોરાભાઈ ધનાભાઈને ટાંગલીયા માટે દ્રિતીય, ભરતકામમાં કચ્છના ગરવા હીરા બેન રવાભાઈને ભરતકામ માટે પ્રથમ, જયારે ગાંધીનગરના વર્ષા જયશંકર ઓઘવાણીને આહીર ભરત માટે દ્રિતીય, મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડું તથા વાંસકામ/ મેટલ ક્રાફ્ટ કેટેગરીમાં સુરતના મેહઝબીન અબ્દુલને મોતીકામ માટે પ્રથમ, જયારે કચ્છના મારવાડા રાજેશ જેલમભાઈ લુડીયાની વુડ કાર્વિગ ક્ષેત્રે દ્રિતીય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે.

વધુમાં અન્ય ડ્રાફ્ટ કેટેગરીમાં અમદાવાદના રાજેશ ચંપકલાલ શાહને વુડન ડ્રાફ્ટ માટે પ્રથમ, જયારે કચ્છના તેજશી ધના હરીજનને કેમલ ટ્રેપીંગ માટે દ્રિતીય, મહિલા કેટેગરીમાં કચ્છના દેવાબેન મંગલ હરીજનને બન્ની ભરતકામ મોતિ વર્ક માટે, યુવા કારીગર કેટેગરીમાં કચ્છના બગદા નિલેશ ભરતભાઈને હાથવણાટ માટે તેમજ લુપ્ત થતી કલા કેટેગરીમાં કચ્છના અબ્બાસ ઈબ્રાહીમ ખત્રીને અજરખ બ્લોક પ્રિન્ટ માટે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. ઉલેખનીય છે કે આ બંને વર્ષમાં સૌથી વધુ એવોર્ડ સાથે કચ્છ જિલ્લાના કારીગરો અગ્રેસર છે તેમ ઉદ્યોગ વિભાગ, ગાંધીનગર યાદીમાં જણાવાયું છે.    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application