Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ કાશ્મીરનાં કુપવાડામાં હિમસ્ખલનની ચેતવણી : આગામી 24 કલાક લોકોને ટ્રાવેલિંગ ના કરવાની સલાહ

  • April 05, 2023 

જમ્મુ કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કુપવાડામાં હિમપ્રપાતની ચેતવણી જાહેર કરી છે. જમ્મુ કાશ્મીર ડીએમએ તરફથી આગામી 24 કલાકમાં લોકોને ટ્રાવેલિંગ કરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. જમ્મુ કાશ્મીર ડી.એમ.એ. તરફથી જારી ચેતવણીમાં કહેવામાં આવ્યુ કે, આગામી 24 કલાકમાં કુપવાડામાં હિમસ્ખલનની આશંકા છે, દરમિયાન કુપવાડામાં રહેતા લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. જમ્મુ કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટે આશંકા વ્યક્ત કરી છે કે, આગામી 24 કલાકોમાં કુપવાડા જિલ્લામાં લો ડેન્જર લેવલ સાથે હિમસ્ખલન થવાની શક્યતા છે. આ ક્ષેત્રોમાં રહેતા લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સાવધાની રાખે અને આગામી આદેશ સુધી હિમસ્ખલનની આશંકા ધરાવતા વિસ્તારોમાં જવાથી બચે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News