ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ શ્રી એ.જે.દેસાઈ તેમજ આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શીક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના કેબીનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે, આહવા ખાતે નવનિર્મિત કોર્ટના બિલ્ડીંગનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ શ્રી એ.જે.દેસાઈએ જણાવ્યુ હતુ કે, કોર્ટનુ ભારણ ઓછુ થાય તે રીતે કાર્યવાહી કરી કેસોમા સમાધાન થાય તે જરૂરી છે. તેમને વકીલોને પણ અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. આગામી સમયમા પેપર લેસ કોર્ટ થશે.
આ ઉપરાંત ડાંગ જિલ્લાના બાળકો જ્યુડીશ્યલ સિસ્ટમમા આવી ઉચ્ચ અભ્યાસ કરે તે માટે પણ તેમણે આહવાન કર્યુ હતુ. અધ્યતન સુવિધાઓથી સજ્જ 11 કરોડના ખર્ચે ટુંકા સમયગાળામા કોર્ટનુ બિલ્ડીંગ તૈયાર કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર પ્રજાના સર્વાંગી વિકાસ માટે કાયમ કટ્ટીબ્ધ છે. પ્રજાના સર્વાંગી વિકાસની સાથે ન્યાયીક વ્યવસ્થા જાળવણી પણ ખુબ જરૂરી છે, તેમ કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતુ.
પ્રજાને થતા અન્યાયની સામે ન્યાય અપાવવા માટેની ન્યાયીક પ્રાણાલી ન્યાયતંત્ર હાથ ધરે છે. લોકશાહીનો આધાર ન્યાયીક તંત્ર છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ન્યાય વ્યવસ્થા માટે 2016 કરોડની ફાળવણી કરવામા આવી છે. અધ્યતન સુવિધાઓ સાથે ઉપલબ્ધ આહવા કોર્ટ બિલ્ડીગ 5 કોર્ટ રૂમ, જિલ્લા ન્યાયધીશ, અધિક તેમજ સિવિલ ન્યાયાધીશની કોર્ટ, ચેમ્બર, બાર રૂમ, ઇન્કવાયરી રૂમ, કોન્ફરન્સ હોલ, રજીસ્ટ્રાર અને વહીવટી બ્રાન્ચ વગેરે સુવિધાઓ સાથે ઉપલબ્ધ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500