Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતમાં નેતૃત્વ નીચે મળેલ G20 પરિષદમાં ભારતે મેળવેલ સફળતા માટે ઓસ્ટ્રેલિયાનાં વિદેશ મંત્રી પેન્ની વૉન્ગે ભારતની પ્રશંસા કરી

  • September 24, 2023 

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ન્યૂયોર્કની લોટ્ટે પેલેસ હોટ્લમાં ઇંડીયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા (આઈબીએસએ)ના મંત્રીઓની પરિષદમાં ભાગ લેવા પહોંચ્યા, ત્યારે તેઓે શા માટે માત્ર સવારે જ અહીં આવ્યા હતા તેનું કારણ દર્શાવતાં કહ્યું હતું કે, તેઓ સંસદનાં વિશેષ સત્રમાં હાજર રહ્યા હોવાથી અહીં મોડા પહોંચ્યા હતા. તે વિશેષ સત્રમાં મહિલાઓ માટે સંસદમાં એક તૃતીયાંશ આરક્ષણનું વિધેયક પસાર કરાયું હતું. આ જાણી દક્ષિણ આફ્રિકાનાં આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકારનાં મંત્રી નાબેન્દી પેન્ડૌટે કહ્યું હતું કે તે એક ઘણું જ પ્રગતિકારક પગલું ભારતે ભર્યું છે.



તે માટે તમોને અભિનંદનો. આ સાથે પેન્ડોરે આ નાનકડા રૂમમાં તાળીઓનો ગડગડાટ શરૂ કર્યો જે સાથે અન્યો પણ જોડાયા હતા. આમ એક તરફે મહિલા આરક્ષણ વિધેયક અંગે ભારતની પ્રશંસા થઇ રહી, તો બીજી તરફ, ભારતમાં નેતૃત્વ નીચે મળેલી G20 પરિષદમાં ભારતે મેળવેલી સફળતા માટે ઓસ્ટ્રેલિયાનાં વિદેશ મંત્રી પેન્ની વૉન્ગે ભારતની પ્રશંસા કરી હતી. આ સાથે G20 તે ત્યાં મળેલા સર્વ કોઈ વચ્ચે વાતચીતનો મુખ્ય મુદ્દો બની રહ્યો હતો. ન્યુયોર્કની આ હોટલમાં કેનેડી રૂમમાં બ્રિટનના રાજ્ય કક્ષાના દક્ષિણ એશિયા માટેના મંત્રી તારિક અહમદ પ્રવેશ્યા ત્યારે તેઓએ G20 માટે ભારતને અભિનંદનો આપ્યાં હતાં. આ સામે જયશંકરે કહ્યું હતું કે એ તો સર્વસર્વા સમાન ઇચ્છાનું પરિણામ હતું તે સર્વેએ એ પ્રક્રિયામાં ઓછું વત્તુ પ્રદાન કર્યું હતું.



તેથી તે સિધ્ધ થઇ શક્યું છે. આ સમગ્ર પ્રક્રિયાને જયશંકરે એક શિક્ષણ સમાન કહી હતી. બહેરિનના વિદેશ મંત્રી અબ્દુલ લતીફ બિન રશિદ અલ ઝયાજીએ ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ કોરિડોર અંગે ભારતની પ્રશંસા કરતાં કહ્યું વેલ-ડન. આ મીટીંગમાં કેનેડાએ ભારત ઉપર મુકેલા (બિન પાયાદાર) આક્ષેપો વિષે સવિશેષ ચર્ચા થઇ હતી. વાસ્તવમાં તે લગભગ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની રહી છે. તેમાં ભારતનાં કથનને સૌ કોઇએ પુષ્ટિ આપી હતી. સૌથી વધુ ઉલ્લેખનીય તે છે કે, અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિકનને પણ ભારતનાં નિજ્જાર હત્યા અંગેના વલણને આડકતરો ટેકો આપતાં કહ્યું હતું કે, કેનેડા સાથે એ મુદ્દે સહકારની વાત તો તે વિષે સંપૂર્ણ તમામ વાતો જાણ્યા પછી જ કરી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application