ઓસ્ટ્રેલિયાના ક્વિન્સ લેન્ડના સાંસદ બ્રિટની લાઉગાએ સોશિયલ મીડિયા પર તેની સાથે બનેલી યૌન શોષણ ની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ ઘટના તેમની સાથે તેમના પોતાના મતવિસ્તાર યેપ્પૂનમાં નાઈટ આઉટ દરમિયાન બની હતી. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, મારી સાથે જે ઘટના બની છે તે કોઈ બીજા સાથે પણ બની શકે છે અને સૌથી દુઃખની વાત એ છે કે આ પ્રકારની ઘટના આપણામાંથી ઘણા લોકો સાથે બને છે. મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર 28 એપ્રિલે બનેલી ઘટના બાદ 37 વર્ષીય સાંસદ પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા અને પછી હૉસ્પિટલ ગયા.
ઓસ્ટ્રેલિયન પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ ઘટનાની તપાસ શરૂ કરી છે. બ્રિટની લાઉગાએ કહ્યું કે હૉસ્પિટલમાં ટેસ્ટ દરમિયાન મારા શરીરમાં ડ્રગ્સની હાજરીની પુષ્ટિ થઈ હતી, જોકે મેં દવાઓ લીધી ના હતી. સાંસદે કહ્યું કે ડ્રગ્સની તેમના પર ઘણી અસર થઈ છે. તેણે દાવો કર્યો હતો કે અન્ય ઘણી મહિલાઓએ તેનો સંપર્ક કર્યો હતો. કદાચ તેને પણ ડ્રગ્સ આપવામાં આવ્યું હશે. સાંસદ બ્રિટની લાઉગાએ કહ્યું કે, અમે અમારા શહેરમાં પણ સુરક્ષિત નથી અને આવી ઘટના બને તો બહાર જવું યોગ્ય નથી. પોલીસે જણાવ્યું હતું કે રિપોર્ટ નોંધવામાં આવ્યો છે અને અમે ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application