Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉપરવાસમાં પડેલ ભારે વરસાદનાં કારણે વલસાડ જિલ્લાની ઔરંગા નદી, કોલક નદી અને દમણગંગા નદી બે કાંઠે વહી : તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા

  • August 16, 2022 

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદનાં કારણે વલસાડ જિલ્લાની ઔરંગા નદી, કોલક નદી અને દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. જેને લઈને વલસાડ જિલ્લાનાં કુલ 22 જેટલા રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે. વલસાડ તાલુકાના સાંરગપુર અને પીઠા ગામને જોડતાં બ્રીજ ઉપર પાણી ફરી વળતા બ્રીજ બંધ કરવામાં આવ્યો છે. ઉપરવાસમાં વરસાદનાં કારણે નદીઓની સપાટીમાં સતત વધારો થતાં વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે.




જયારે કપરાડા તાલુકાનાં 12 રસ્તા ધરમપુર તાલુકાનાં 7 રસ્તા અને વલસાડ તાલુકાનાં ત્રણ રસ્તા ઓ બંધ થયા તો જિલ્લામાં એક NDRFની ટિમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વલસાડ જિલ્લાનાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે. ઔરંગા, પાર અને કોલક નદી ભયજનક સપાટી નજીક વહી રહી છે.




જેને લીધે વલસાડ જિલ્લાના 22 જેટલા રસ્તાઓ વહીવટી તંત્ર દ્વારા તકેદારીનાં ભાગ રૂપે બંધ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાની ઔરંગા, પાર, કોલક, અને દમણગંગામાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.




વલસાડ જિલ્લાનાં ઉપર વાસમાં પડી રહેલા વરસાદને કારણે કપરાડા, ધરમપુર અને વલસાડ તાલુકાનાં કુલ 22 જેટલા પંચાયત હસ્તકના રસ્તાઓ લો લેવલના બ્રિજ પર ઔરંગા નદીના પાણી ફરીવળતા લો લેવલ બ્રિજ ઉપર વાહનો અને લોકોની અવર જવર બંધ કરવામાં આવી છે. વલસાડ તાલુકાના 3 રસ્તાઓ, કપરાડા તાલુકાનાં 12 રસ્તાઓ બંધ તો ધરમપુર તાલુકાનાં 7 રસ્તાઓ ઓવરટોપિંગનાં કારણે લોકોની અવર જવર માટે લો લેવલ બ્રીજને બંધ કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application