Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હોલીવૂડ ફિલ્મ ‘Avatar 2’ જોવા માટે દર્શકો ઉત્સાહિત : ફ્કત ભારતમાં 5,40,774 એડવાન્સ બુકિંગ

  • December 17, 2022 

હોલીવૂડ ફિલ્મ અવતાર ટુ જોવા માટે દર્શકો ઉત્સાહિત છે. જેનો પુરાવો ફિલ્મનાં ભારતનાં એડવાન્સ બુકિંગ પરથી મળી ગયો છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ રિલીઝના એક દિવસ પહેલાનું ફ્કત ભારતમાં 5,40774 છે. બોલીવૂડેની ફિલ્મો ઉપરાછાપરી નિષ્ફળ જઈ રહી છે ત્યારે હોલીવૂડની આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ 15.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છ અને આ રકમ ઝડપથી વધવાની આશા છે. આ રીતે આ ફિલ્મે ‘થોરઃલવ એન્ડ થન્ડર’નો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે 14 કરોડની એડવાન્સ બુકિંગ કમાણી ફક્ત એક જ દિવસમાં કરી હતી.




ઉલ્લેનખનીય છે કે, મુંબઇમાં આ ફિલ્મનું વિશેષ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં બોલીવૂડનાં ટોચનાં માંધાતાઓ જોવા મળ્યા હતા. આ ફિલ્મ જોઇને અક્ષય કુમાર અને વરુણ ધવને ફિલ્મ અને ફિલ્મસર્જકનાં સોશિયલ મીડિયા પર વખાણ કર્યા હતા. અવતાર ફ્લિમ 2009માં રિલીઝ થઇ હતી. ત્યારે આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 140 કરોડ રૂપિયાની ધૂમ કમાણી કરી હતી. ટ્રેડ વર્તુળોએ જણાવ્યું હતું કે, આ ફિલ્મનું એડવાન્સ બૂકિંગ પુરવાર કરે છે કે દર્શકો સારું કન્ટેન્ટ જોવા આતુર જ છે. પરંતુ, બોલીવૂડના સર્જકોએ દર્શકોને નિરાશ કર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News