સુરત જિલ્લાના કામરેજના કઠોદરામાં પતિ સાથે બોલાચાલી થતાં પત્નીને મનમાં લાગી આવતા અનાજમાં નાંખવાની દવા પી લઈ જીવ ટૂંકાવવાનો પ્રયાસ કરતા કામરેજ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ કામરેજના કઠોદરા ગામે મારુતિ રેસિડેન્સી ખાતે રહેતી અને મૂળ અમરેલી જિલ્લાના મોટા જીજુંડા ગામની ૨૩ વર્ષીય દર્શનાબેન જીગરભાઈ સુહાગીયા પતિ જીગરભાઈ સાથે રહે છે. જોકે દર્શનાબેને પતિને કહ્યું કે તું અત્યારે ઘરે જમીને પછી તારા મિત્ર આકાશ પાસે જજે જેવું કહેતા પતિએ દર્શનાબેનને તું મને તુકારો કેમ કરે છે જેવું કહી ગુસ્સામાં ચાલ્યા ગયા હતા. આ બાબતે દર્શનાબેનને મનમાં લાગી આવતા જેમણે કઠોળમાં નાંખવાની દવા પી લીધી હતી. તેણીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે જ્યાં તેનો બચાવ થયો હતો. કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઅમેરિકાએ ભારત સહિત ઈરાનની 16 કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
February 25, 2025ઉકાઈ પોલીસ મથકનો ચોરીનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
February 25, 2025