સુરતના પાંડેસરા-ગોવાલક રોડ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય હવસખોર નરાધમે પડોશમાં રહેતા પરિવારની 9 વર્ષની બાળાને મોબાઇલમાં બિભત્સ વિડીયો બતાવી પેન્ટ ઉતારી ગાલ પર કીસ કરતા મામલો પાંડેસરા પોલીસમાં પહોંચ્યો છે.પાંડેસરા-ગોવાલક રોડની સોસાયટીમાં રહેતો આશિષસીંગ શિવકુમાર સીંગ (ઉ.વ.22) બે દિવસ પડોશમાં રહેતા પરપ્રાંતિય પરિવારને ઘરે જઇ આંટી ખાને મે કિયા પકાયા હૈ ? એવું કહ્યું હતું.
જેથી પડોશીએ 9 વર્ષની પુત્રી આયુષી (નામ બદલ્યું છે)ને આશિષના ઘરેથી વાટકી લાવવા કહ્યું હતું. પરંતુ આયુષીએ ઇન્કાર કરી ઘરના દરવાજો બંધ કરી દીધો હતો. જેથી આયુષીને તેની માતાએ પુછ્યું હતું કે બેટા કિયા હુઆ હૈ. જે અંતર્ગત આયુષીએ કહ્યું હતું કે અઠવાડિયા અગાઉ મેં ઘર કે બહાર ગેલેરીમાં ખેલ રહી થી તબ આશિષ અંકલ મુજે ઉનકે રૂમમાં લે ગયે ઔર મોબાઇલમે ગંદા વિડીયો દિખાયા તો મેને અપને હાથ આંખ પે રખ લિયા થા. લેકિન હાથ હટાકર અંકલને અપના પેન્ટ ઉતાર દિયા ઔર મેરે ગાલ પે કીસ કરને લગે થે, તો મેં ભાગ કે અપને ઘર આ ગઇ થી, અંકલ ગંદે હૈ મુજે નહીં જાના ઉનકે ઘર. જેથી આ અંગે પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાવતા આશિષની ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application