કુકરમુંડા તાલુકાના મુખ્ય મથક કુકરમુંડાના ગોકુળ ફળિયાનો યુવક લગ્નમાં બહુ નાચતો હતો અને એટ્ટીટુડ બતાવતા હતા. તેમ કહી ફળિયાના જ ચાર ઈસમો દ્વારા ઢીકીમુક્કીનો મારા મારી જાનથી મારી નખાવાની ધમકી આપીને નાલાયક ગાળો બોલીને એક માથા ભારે ઈસમના હાથમાં ધાતુના પંચ વડે યુવકને છાતીના ભાગે મારી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ચાર ઈસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કુકરમુંડાના ગોકુળ ફળિયાના રહેવાસી જગનભાઈ તથા ફળિયાના બીજા લોકો સાથે નજીકમાં પાટી ગામે લગ્ન જોવા જતા હતા ત્યારે મનોજભાઈ પાડવીના ઘર નજીક પહોંચતા નિતેષભાઈ પાડવી, ગાવડીયા ઉર્ફ યોગેશભાઈ પાડવી, અરવિંદભાઈ પાડવી, રાજેશભાઈ પાડવી દ્વારા જગનભાઈને કહેવા લાગેલ કે,અગાઉ આપણા ફળિયાના લગ્નમાં હતા.
ત્યારે તો બહુ નાચતા હતા.બો એટ્ટીટુડ કરતા હતા. તેમ કહીને ગાળો બોલીને ઝાપઝપી કરી તેમજ મારમારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી પંચ વડે છાતીના ભાગે મારી માર્યો હતો.ઈજાગ્રસ્ત યુવકને નજીકના સરકારી દવાખાને સારવાર અર્થે લઇ જવાયા હતા. પરંતુ ફરજ પરના ડોક્ટરે વધુ સારવાર માટે નંદુરબાર રીફર કરવા જણાવતા, 108 મારફતે નંદુરબાર લઇ જવાયા છે. ભોગ બનનારના મોટા મગનભાઈ પાડવીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500