વલસાડનાં કપરાડાનાં કોઠાર ગામનાં માની ફળિયામાં રહેતા કિશનભાઈ લાડકયાભાઈ વળવી (ઉ.વ.૬૦) અને ફળિયામાં રહેતા રતનભાઈ જવળાભાઈ નામકુડીયા, અજય રામુભાઇ ઠાકર્યા, રામુભાઈ દેવાભાઈ ઠાકર્યા અને પ્રીતમ રામુભાઈ ઠાકર્યા વચ્ચે જમીનમાંથી પસાર થતા રસ્તા બાબતે તકરાર ચાલી આવી હતી. કિશનભાઈ તેમના ખેતરમાં હાજર હતા. તે સમયે આ ચારેય પાડોશીઓ સાહિત શંકરભાઈ જવળાભાઈ નામકુડીયા અને રિતેશ શંકરભાઈ નામકુડીયા રસ્તાના વિવાદ બાબતે ચર્ચા કરી રહ્યા હતા.
જેથી કિશનભાઈનો પુત્ર સાગર પણ આ સ્થળે પહોંચ્યો હતો. તે સમયે ત્યાં હાજર રતનભાઈ અને અજયએ તેમની પાસેના લાકડા વડે કિશનભાઈ ઉપર હુમલો કરતા, તેઓ જમીન પર પડી ગયા હતા. તે સમયે રામુભાઈએ તેમના હાથમાં ધારિયા વડે કિશભાઈના બંને પગ ઉપર ઘા કરતા તેમને ગંભીર ઈજા થઈ હતી. જોકે પિતાને બચાવવા માટે ગયેલા પુત્ર સાગરને પ્રીતમે આંતરીને માર મારીને પિતા પુત્રને ધમકી આપી હતી. જોકે ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશનભાઈને સારવાર માટે ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application