નવસારી સેશન્સ કોર્ટમાં આજે સવારે 11:30 વાગે થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ પર આરોપીએ કોર્ટ કાર્યવાહી દરમિયાન છુટ્ટો પથ્થર ફેંક્યો હતો. જોકે સબનસીબે મહિલા જજને પથ્થર વાગ્યો નહોતો. આ વાત કોર્ટ પરિસરમાં ફેલાતાં આરોપી પર રોષ વરસવા સાથે નવસારી બાર એસોસિયેશને સમગ્ર ઘટનાને વખોડી હતી.
ત્યારે આ ઘટનામાં બેદરકારી બદલ ત્રણ પોલીસ કર્મીને ફરજ મોકૂફ કરાયા છે.2019ના મારામારી કેસના આરોપી ધર્મેશ ઉર્ફે સુખદેવ ઉર્ફે કાળિયો ગુલાબ રાઠોડ,જે મૂળ સુરત રહે છે. તેણે નવસારીના કબીલપોર રહેતા લોકો સાથે મારામારી કરી હતી અને 326ના ગુનાના કામે તેના ઉપર કેસ કાર્યરત છે, જે પૈકી આજે સવારે 11:30 વાગે થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એ.આર. દેસાઈ પર કોર્ટ કાર્યવાહી કરવા દરમિયાન ખિસ્સામાંથી પથ્થર કાઢીને છૂટો ફેંક્યો હતો.
જોકે સદનસીબે એ પથ્થર દીવાલ સાથે ટકરાયો હતો અને મહિલા જજનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના બનતાં કોર્ટ પરિસરમાં એની નિંદા કરવામાં આવી છે. અગાઉ પણ આ જ આરોપીએ એમ.એ શેખ નામના જજ ઉપર ચંપલ વડે હુમલો કર્યો હતો, જોકે ત્યારે પણ જજને ચંપલ વાગતા બચ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500