Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : લારી મુકવા બાબતે યુવક ઉપર હુમલો, પોલીસે ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

  • August 20, 2024 

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં લારી મુકવા બાબતે યુવતી સાથે તેના બનેવી સહિતના ચાર લોકોએ ઝઘડો કર્યો હતો. ત્યારબાદ તેઓએ ભેગા મળી માર માર્યા બાદ ઇંટથી હુમલો કર્યો હતો. જેથી યુવતીએ તેના બનેવી સહિતના ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના ગાજરાવાડી સુએજ પમ્પિંગ રોડ ઉપર વિશ્વકર્મા નગરમાં રહેતા રેશમાબેન અર્જુનભાઈ ઉર્ફે જીગો ઈશ્વરભાઈ ચુનારાએ ફરીયાદ નોંધાવી હતી કે આજરોજ સાંજના આશરે સાડા છ વાગ્યાના સુમારે હું મારું ઘરે હાજર હતી. તે વખતે મારા પતિ નામે અર્જુન ચુનારાને અમારા ઘરની સામે રહેતા મારા બનેવી નામે સચીન રાવજીભાઈ ચુનારા લારી ઉભી રાખવા બાબતે ઝઘડો કરી ગાળો બોલતો હતો.


જેથી હું તેમને મારા પતિ સાથે ઝઘડો નહી કરવાનું કહેવા જતા તેનું ઉપરાણું લઈ મારી બહેન એટલે કે તેમની પત્નિ નામે પિન્કીબેન ચુનારા તથા તેમનો જમાઈ નામે શિવમ રવિભાઈ યુનારા, શિવમનો ભાઈ નામે કબીર રવિભાઈ ચુનારા પણ અમારા મહોલ્લામાં તેમના કાકાના ઘરે રક્ષાબંધનના તહેવાર અનુસંધાને આવેલ હોય જેથી તેઓ બંને ભાઈઓ પણ મારા પાસે સચીન ચુનારાનું ઉપરાણ લઈ આવી મારા તથા મારા પતિ સાથે બોલાચાલી ઝઘડો તકરાર કરવા લાગી ગમે તેમ બીભત્સ ગંદી ગાળો બોલવા લાગ્યા હતા. જેથા મારા જેઠ પુનમભાઈ દિપકભાઈ ચુનારા તથા તેમનો દિકરો નામે વિવેક પુનમ ઉર્ફે ભોલી ચુનારા સમજાવવા આવતા મારી બહેન પિંકીબેન ચુનારા તથા તેની પતિ સચીન ચુનારા તથા તેમનો જમાઇ શિવમ ચુનારા તથા કબીર ચુનારા સાથે ઝઘડો કરી ઈંટનો ટુકડો માર્યો હતી. ત્યારે મારા જેઠના દિકરા નામે વિવેક ચુનારાને નીચેના હોઠ ઉપર તથા જમણા હાથના ખભાના ભાગે તથા જમણા હાથની પહેલી આંગળીના ભાગે ઈજા થઈ હતી. તેમજ તેઓ તમામે મળી ગડદા પાટુનો માર મારતા મારા પતિ અર્જુન ઉર્ફે જીગો ચુનારાને ઈજાઓ પહોંચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application