મણિપુરના જીરીબામમાં અજાણ્યા હુમલાખોરોએ CRPF અને સ્ટેટ પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો છે. આ હુમલો ઘાત લગાવીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક સીઆરપીએફના જવાન અજય કુમાર જા (ઉ.વ.43, બિહાર) શહીદ થયા છે જ્યારે ત્રણ પોલીસ કર્મચારી પણ ઘાયલ થયાના અહેવાલો મળ્યા છે. મળતી માહિતી અનુસાર, 20 બટાલિયન સીઆરપીએફ અને જીરીબામ જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ એક સાથે ઓપરેશનમાં લાગી હતી. આ દરમિયાન સંયુક્ત ટીમ પર ઘાત લગાવીને બદમાશોએ હુમલો કર્યો હતો. હુમલા સમયે ત્રણ જવાન ઘાયલ થવાના પણ સમાચાર છે.
આ સિવાય એક સીઆરપીએફના જવાનનું ગોળી લાગતા મોત થયું છે. પોલીસ રિપોર્ટ અનુસાર, સંયુક્ત સુરક્ષા દળ 13 જુલાઇએ થયેલી ગોળીબારની ઘટના સંબંધિત તપાસ અભિયાન ચલાવવા માટે જીરીબામ જિલ્લા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા મોનબંગ ગામ પાસે બની હતી. મણિપુરમાં છેલ્લા કેટલાક દિવસથી હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં કુકી અને મૈતેઇ સમાજ વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, એપ્રિલમાં 2 સશસ્ત્ર ઉપદ્રવી ગ્રુપ વચ્ચે ફરી એક વખત ગોળીબાર થયો છે. કહેવામાં આવે છે ઉપદ્રવિઓએ ત્રણ જિલ્લા કાંગપોકપી, ઉખરૂલ અને ઇમ્ફાલ પૂર્વના ટ્રાન્જેક્શન જિલ્લામાં એક બીજા પર ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ગોળીબારમાં કુકી સમાજના 2 લોકોના મોત થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500