આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયની સાથે મળીને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉ્ડેશનના કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા પૂરા ભારતમાં "આત્મનિર્ભર કિસાન અભિયાન"નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન તારીખ ૧ મે ૨૦૨૨ને રવિવારના રોજ સંસ્થાના વ્યારા સેવાકેન્દ્ર પર સાંજે ૪:૩૦ કલાકે મામલતદાર ભ્રાતા દીપકભાઈ સોનાવાલા, તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન ગામીત, એગ્રિકલચર સાયન્ટિસ્ટ હેડ તાપી ડૉ.ચેતન પંડ્યા, કો-ઓર્ડીનેટર ગ્રામ વિકાસ પ્રભાગ બ્રહ્માકુમાર વિનુભાઈ, સંચાલિકા મુખ્ય સેવાકેન્દ્ર બ્રહ્માકુમારી અરૂણાબેનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
મુખ્ય વક્તા વિનુભાઈએ અભિયાનનું લક્ષ્ય અને ઉદ્દેશ્ય જણાવતા કહ્યું કે, વર્તમાન સમયમાં કૃષિ પ્રધાન દેશ ભારતના દરેક ખેડૂતોએ આત્મનિર્ભર બનવું ખુબજ જરૂરી છે. એ માટે આપણે રાસાયણિક ખેતી તરફથી ધીરે ધીરે જૈવિક, પ્રાકૃતિક અને શાશ્વત યોગિક ખેતી તરફ જવાની જરૂર છે. કઈ રીતે ખેતીમાં રાજયોગ યોગ અને મેડિટેશનના પ્રયોગથી ન કેવળ પાકનું ઉત્પાદન પરંતુ પાકની સાત્વિકતા તેમજ ગુણવત્તામાં વધારો થાય છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ આપતા કહ્યું કે, સંસ્થાના મુખ્યાલય આબુ રોડમાં કઈ રીતે તપોવનમાં કોઈ પણ જાતની રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના ઉપયોગ વગર વધુ ને વધુ ઉત્પાદન લેવા માં આવે છે.
આ અભિયાન ૧૩ મે સુધી વ્યારા જિલ્લાના ગામે ગામ જઈ આપણા ખેડૂતોને યોગીક ખેતીની સમજ તેમજ ઈશ્વરીય સંદેશ પાઠવી ખેડૂતો તેમજ ગામને આત્મનિર્ભર બનાવશે. ત્યારબાદ બ્રહ્માકુમારી અરૂણાબેન દ્વારા યોગિક ખેતીમાં રાજયોગના પ્રયોગની અનુભૂતિ કરાવવામાં આવી હતી અને છેલ્લે ઉપસ્થિતિ મહાનુભાવો દ્વારા અભિયાનને રથને કળશ આપી અને લીલી ઝંડી આપી અભિયાનના સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500