Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અઠવા-લિંબાયત વિસ્તાર માંથી જુગાર રમતા 29 જણા પકડાયા

  • December 29, 2020 

લિંબાયત મારૂતીનગર સરકારી સ્કુલની ગલીમા તેમજ ગોપીપુરામાં પોલીસે રેડ પાડી જુગાર રમતા કુલ ૨૯ જુગડુઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૧.૫૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

 

લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ સર્વલન્સ સ્ટાફના માણસોઍ ગઈકાલે રવિવારે મોડી સાંજે સાડા સાતેક વાગ્યાના આરસામાં મારુતીનગર સરકારી સ્કુલની ગલીમાં રેડ પાડી હતી જેમાં પ્લોટ નં-૪ના આગળના ભાગના પાર્કિંગમાં જુગાર રમતા ફારૂક શેખ, મેહબુબ અઝિમ અન્સારી, મુસ્તકિમ ઈઝરાઈલ મન્સુરી, નિયાઝ શેખ, સદામ નાસીર શેખ, સમશેર મન્સુરી, કુરબાન ઝાવીદ શેખ, અબ્દુલ રહેમાન ઝબાર શેખ, અલ્તાફ અબ્બાસ શેખ, મુકેશ ઉર્ફે અસ્લમ નટ, બાબુ શાહમંદ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે જુગારીઓ પાસેથી  રોકડા ૫૧,૯૦૦ કબજે કર્યા હતા.

 

 

 

જયારે અઠવા પોલીસે ગઈકાલે રાત્રે ગોપીપુરા કાજીના મેદાન પાસે નિશા ઍપાર્ટમેન્ટના બીજા માળે રહેતા આસીફ ખારવાના ઘરે રેડ પાડી હતી જેમાં જુગાર રમતા આસીફ ખારવા, તોસીફ ભંગારવાલા, જાવીદ મોયુદ્દીન ટેલર, ઈમરાન કાદર લાક઼ડાવાલા, તોસીફ મુસ્તાક મંસુર, સોહેલ મોમીન, મોયુદ્દીન સૈયદ, ઉજેર ઈશાક લાકડાવાલા, સોઍબ ફારૂક મોમીન અને શાબીર પગડીને ઝડપી પાડી તેમની પાસેથી  રોકડા ૧૫,૧૫૦ અને મોબાઈલ નંગ-૯ મળી કુલ રૂપીયા ૪૧,૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો જયારે ગોપીપુરા વખારવાલાનો ખાંચોના ઍક મકાનમાં રેડ પાડી કુજેશ અમરચંદ કાઝી, પ્રકાશ કંચનલાલ શાહ, હસમુખ મણીલાલ સંઘવીસ, શ્રુતીન રમણીકલાલ ડધાણીયા, મહેન્દ્ર યશવંતરાવ પવાર, દિનેશ કાંતીલાલ પટેલ, રાજકુમાર બાબુલાલ રાંકાને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા ૨૪,૦૦૦ અને મોબાઈલ નંગ- ૬ મળી કુલ રૂપીયા ૫૨,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application