અરવિંદ કેજરીવાલનો આજે ગુજરાતમાં અમદાવાદ ખાતે મહત્વનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. ચૂંટણી સમયે બીજેપી કોંગ્રેસના નેતાઓ આવે છે અને એક બીજાને ગાળો આપીને જતા રહે છે તેમ કેજરીવાલે કહ્યું હતું.
આ સાથે વધુમાં કહ્યું કે,છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાત આવી રહ્યો છું લોકો તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. પહેલા લોકો કહેતા બીજેપીનો ગઢ છે. લોકો ઘણા દુખી અને ડરેલા હતા.પરંતુ હવે લાગી રહ્યું છે કે, 27 વર્ષમાં બીજેપીના ગંદા શાસનથી તેને ઉખાડીને આમ પાર્ટી પોઝિટીવ કેમ્પેઈન ચલાવી રહી છે. અમે સત્તામાં આવીશું તો દિલ્હીની જેમ જ અહીં પણ સક્રીય થઈને કામો કરીશું. સારી સ્કૂલ અને હોસ્પિટલો બનાવીશું અને રોજગાર તેમજ વીજળી પણ આપીશું.
વધુમાં કહ્યું કે,ચૂંટણીમાં બીજેપી કોંગ્રેસના નેતાઓ આવે છે અને એક બીજાને ગાળો આપીને જતા રહે છે લોકોને કંઈ મળતું નથી. બન્નેનું સેટીંગ છે પહેલીવાર એક સારો વિકલ્પ મળી રહ્યો છે. અમે લોકોની વચ્ચે ગયા ત્યારે વીજળી ઘણી મોંધી છે તેમ લોકો કહી રહ્યા છે.
લોકો 5થી 10 હજાર બિલ ભરશે કે પોતાના બાળકોને ઉછેરશે.
ગુજરાતમાં અમારી સરકાર બનશે તો 3 મહિના લોકોની વીજળી ફ્રી કરી દઈશું.24 કલાક વીજળી આપીશું અને 300 યુનિટ સુધીમાં જીરો બિલ આવશે.બીજી ગેરેન્ટ અમે આપી છે જેમાં ઘણા યુવાનો દુખી છે અમારી સરકાર બનશે તો 5 વર્ષમાં રોજગાર આપીશું. નોકરી નહીં મળે તો 3,000 બેરોજગારી ભથ્થું નોકરી ના મળતા આપીશું.10 લાખ નોકરીની વ્યવસ્થા કરીશું. તેમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું. વેપોરીઓ પર રેડ રાજ બંધ કરીશું,. ખુલ્લેઆમ ઈજ્જતથી વેપાર કરવાની છૂટ વેપારીઓને આપીશું. તેમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું. આદિવાસી સમાજના મુદ્દાઓ પર વાત કરતા કહ્યું કે, તેમની કેટલીક સમસ્યાઓ પણ દૂર કરીશું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500