અમદાવાદ શહેરનાં પૂર્વમાં વસ્ત્રાલ ખાતે 20થી વધુ વાંદરાઓએ ઘરમાં ઘુસીને 10થી વધુ લોકોને બચકાં ભરીને લોહી લુહાણ કરી મૂક્યા હતા. જયારે વાંદરાનાં ડરનાં કારણે નાના બાળકો, વૃદ્ધો મહિલાએ સહિતના લોકો ઘર બહાર નીકળતા ડરી રહ્યા છે. એટલું જ નહી કોર્નરના મકાન વાળા તથા ઉપરના માળે રહેતા લોકો મકાનના દરવાજા બંધ કરીને રાખવા પડે છે કારણ કે વાંદરા ઘરમાં ઘૂસીને લોકોને બચકાં ભરી રહ્યા છે. પૂર્વ વિસ્તાર રામોલમાં વસ્ત્રાલ ખાતે છેલ્લા બે દિવસથી 20 વાંદરાઓનાં ટોળાએ ફેલાવ્યો છે અને સોસાયટીઓમાં ઘરમાં ઘુસીને લોકો બચકા ભરી રહ્યા હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયના માહોલ વ્યાપી જવા પામ્યો છે.
વસ્ત્રાલ ખાતે આવેલા એક બંગલા સહિત આખી સોસાયટીમાં લગભગ 10થી વધુ લોકોને બચકા ભરીને હાથે અને પગ સહિત શરીનાં ભાગે લોહી લુહાણ કરી મૂક્યા છે. સોસાયટીના ધાબા ઉપર સંતાઇને તથા આસપાસના વૃક્ષો ઉપર વાંદરા સંતાઇને બેસી રહ્યા હોય છે. પૂર્વ વિસ્તાર રામોલમાં વસ્ત્રાલ ખાતે છેલ્લા બે દિવસથી 20 વાંદરાઓના ટોળાએ ફેલાવ્યો છે અને સોસાયટીઓમાં ઘરમાં ઘૂસીને લોકો બચકા ભરી રહ્યા હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયના માહોલ વ્યાપી જવા પામ્યો છે. વસ્ત્રાલ ખાતે આવેલા એક બંગલા સહિત આખી સોસાયટીમાં લગભગ 10થી વધુ લોકોને બચકા ભરીને હાથે અને પગ સહિત શરીરનાં ભાગે લોહી લુહાણ કરી મૂક્યા છે. સોસાયટીનાં ધાબા ઉપર સંતાઇને તથા આસપાસના વૃક્ષો ઉપર વાંદરા સંતાઇને બેસી રહ્યા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application