માહિતી વિભાગ દ્વારા સુરત, વી.એન.ગોધાણી ઈંગ્લિશ સ્કૂલમાં જુનિયર કે.જી.ના ભૂલકાઓ માટે ભાવાત્મક વાતાવરણમાં પ્રવેશોત્સવ ઉજવાયો. આ પ્રવેશોત્સવમાં બાળકો તો તૈયાર થઈને આવ્યા હતા પણ સાથે સાથે તેના મમ્મી-પપ્પા પણ ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહ્યા હતા. મેયર હેમાલીબેન બોઘાવાલા અને ગોવિંદભાઈ ધોળકિયાએ બાળકોનું કંકુ-ચોખા સાથે-સાથે ફૂલોના હાર પહેરાવી, ચોકલેટ આપી ભાવ સાથે સ્વાગત કર્યું. બાળકોનાં આ દિવસને વધારે યાદગાર બનાવવા ઢોલ-નગારા સાથે ઘોડા-ગાડીમાં બાળકોને ફેરવવામાં આવ્યા એ સમયે તમામ વાલીઓએ ગરબા લઈને નવા પ્રવેશ પામતા બાળકોને વધાવ્યા હતા.
આજે ફુલ ડે સ્કૂલમાં મનોરંજન માટે જમ્પિંગ, કાર્ટૂન કેરેક્ટર, મહેંદી કોર્નર, પોપકોર્ન, આઈસ્ક્રીમની બાળકોએ મજા માણી હતી. વિવિધ પ્રકારના રમકડાંઓ દ્વારા બાળકોને સ્કૂલમાં પણ નવું વાતાવરણ આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. વિશેષ અતિથિ મેયર હેમાલી બોધાવાલાએ બાળકની માસુમિયત, મુસ્કાન અને નિખાલસતા ને જોઈને ફરી બાળક બનવાનું મન થાય છે એમ જણાવી ભૂલકાઓનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી શુભેચ્છા પાઠવી હતી. ગોવિંદભાઈએ કહ્યું કે, અનોખી ઉજવણી થકી બાળકને સ્કૂલ પોતાની લાગે અને રમતા રમતા આવે એવા ભાવ સાથે ટ્રસ્ટ પરિવાર આ રીતે બાળકની સાથે બાળક બને છે. ભગવાનભાઈએ પણ બાળકોને વધાવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500