Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરસાડી ખાતે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૨૬ મીટર લાંબા પેડેસ્ટલ બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું

  • October 16, 2022 

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડના સુંદર દરિયાકિનારાના વિકાસ માટે રૂ.૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનારા પેડેસ્ટલ બ્રિજનું રાજ્યના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યુ હતું.




તાજેતરમાં જ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ અમદાવાદની જનતા માટે સાબરમતી નદી પર લોકાર્પણ કરાયેલા અટલ બ્રીજની પેર્ટન પર જ ઉમરસાડી દેસાઈવાડ ગામની ખાડી પર રૂપિયા ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર આ બ્રિજ ખાડીથી ૨૬ ફૂટ ઊચાઈએ બનશે. જેથી દરિયાની ભરતીના પાણી નડશે નહિ. જેના પર ૫.૫૦ મીટર પહોળા અને ૧૨૬ મીટર લંબાઈનો પેડેસ્ટલ બનશે. ઉમરસાડી ખાતે બીચનો વિકાસ થતા આ ગામ પર્યટન સ્થળ  બનશે અને ગામના લોકોને રોજગારી મળશે એમ મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું.




આ પ્રોજેક્ટનું ગામના અગ્રણી ભરતભાઈનું સ્વપ્ન હતું અને માટે ભરતભાઈ છેલ્લા ચાર પાંચ વર્ષથી પ્રયત્ન કરતા હતા અને જેના ફોલોઅપમાં ગામના જ અને પારડી તાલુકાના સંગઠન પ્રમુખ મહેશભાઈના કારણે જ ભરતભાઈ આજે સ્વપ્નું સાકાર થઇ રહ્યું છે એમ મંત્રીશ્રીએ જણાવી સર્વેને ગામના વિકાસમાં સહકાર આપવા જણાવ્યું હતું.



   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application