યાત્રાધામોના વિશેષ સફાઇ અભિયાન કાર્યક્રમ અંતર્ગત રાજ્યના વિવિધ યાત્રાધામો ખાતે, રાજ્યના મંત્રીશ્રીઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામા આવનાર છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શબરીધામ ખાતે પણ તા.22ના રોજ વિશેષ સફાઇ અભિયાન હાથ ધરવામા આવનાર છે.
આ સફાઇ અભિયાનમા નાણાં અને ઊર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.સુબિર તાલુકાના સુપ્રસિદ્ધ આસ્થા કેન્દ્ર એવા શબરીધામ ખાતે યોજાનાર સફાઇ અભિયાન કાર્યક્રમને અનુલક્ષીને ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ, વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક જિલ્લા સેવા સદન ખાતે યોજાઇ હતી.જેમા કલેક્ટરશ્રીએ મંદિર પરિસર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમા સફાઇ અભિયાન વિશેની કામગીરી અંગે અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application