Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં માંડળ હાઇસ્કુલ ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” થીમ પર નાટક દ્વારા વિદ્યાર્થીઓને સમજણ કેળવવામાં આવી

  • August 02, 2023 

સમગ્ર રાજ્યમાં ચાલી “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી નિમિતે તાપી જિલ્લામાં “બેટી બચાવો બેટી પઢાવો” અંતર્ગત “કિશોરી મેળો” જાગૃતિ હાઇસ્કુલ માંડળ સોનગઢ ખાતે યોજાયો હતો. જેમાં હાઇસ્કુલના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ બહોળા પ્રમાણમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ દ્વારા ગુડ ટચ બેડ ટચ, બાળકોના અધિકારો અને મહિલા લક્ષી યોજનાઓ અને કાયદાકીય જોગવાઇઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં “બેટી બચાવો બેટી પઢાવો” થીમ પર નાટક દ્વારા વિદ્યાર્થીઓને સમજણ કેળવવામાં આવી હતી. વધુમાં બેટી પઢાવો થીમ ઉપર આશ્રમશાળા જેસિંગપુરા, જાગૃતિ હાઇસ્કુલ માંડળ, બ્રધરન હાઇસ્કુલ ડોલારા, આનંદ શાળા વ્યારા અને આશ્રમશાળા ગડત ખાતે પોસ્ટ કોમ્પીટીશન, વોલ પેઇંટીગ કોમ્પીટીશન, નિબંધ સ્પર્ધા, તેમજ વકૃત્વ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application