Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર બસ ડેપો ખાતે સાંસદએ ગ્રંથાથી અંકલેશ્વર સ્ટોપની બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

  • July 13, 2023 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્નારા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અંતરિયાળ અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા ગુજરાતના પ્રથમ ગામ 'જાવલી'ના મહેમાન બન્યા હતા. ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજી હતી. આ પ્રસંગે, મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારો સામાન્ય ગ્રામજનોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ અને પ્રશ્નોના યોગ્ય નિરાકરણ પ્રત્યે પ્રતિબદ્ધ છે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. તેમણે ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના પ્રશ્નો, રજૂઆતોને રૂબરૂ સાંભળ્યા હતા અને રાજ્ય સરકાર તમારી પડખે છે' એવો સધિયારો આપી કોઈ પણ મુશ્કેલીના સંજોગોમાં રાજ્ય સરકાર મદદરૂપ થવા સદા તત્પર છે એમ જણાવ્યું હતું.



તે વેળાએ, જાવલી ગામને તાલુકા અને જિલ્લામાં યોગ્ય બસ કનેક્ટિવિટી મળી રહે એ ગ્રામજનો દ્નારા રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રશ્નના નિરાકણ હેતુ તેમણે વધુ એસ.ટી. બસો સાથે વાહનવ્યવહાર સેવાને સુદ્રઢ કરવામાં આવશે તેવો સધિયારો આપી એ દિશામાં યોગ્ય કામગીરી કરીશું એમ પણ જણાવ્યું હતું. ત્યારે આ પ્રશ્નનો સુખદ નિકાલ ગણતરીનાં દીવસોમાં આવ્યો હતો. એસ.ટી. નિગમ દ્વારા અંકલેશ્વર બસ ડેપો ખાતે ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ગ્રંથા–અંકલેશ્વર સ્ટોપેજની બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. લોકોના પ્રશ્નનો ત્વરિત નિર્ણય આવતા અને વધુ એક સેવાનો લાભ વાલીયા, નેત્રંગ, સાગબારા તાલુકાના લોકોને મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વધુમાં, સાંસદએ અંકલેશ્વરથી સેલંબા સુધી મુસાફરી કરી મુસાફરો અને અન્ય સામાન્ય લોકોને પડતી તકલીફો જાણવા પ્રયાસ સધીયારા પ્રયત્ન કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application