Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Bribe : સુરતના સહાયક માહિતી નિયામક અને જુનિયર ક્લાર્કે લાંચ લેતા પકડાયા

  • December 11, 2022 

રાજ્ય સરકારની જાહેરાત રીન્યુ કરવા રૂ.5.40 લાખની લાંચ માંગી તે પૈકીની અડધી રકમ રૂ.2.70 લાખ દૈનિક અખબારના સંચાલક પાસેથી સ્વીકારતા સુરતની પ્રાદેશિક માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક અને જુનિયર ક્લાર્કને સુરત એસીબીએ નાનપુરા બહુમાળી કંપાઉન્ડની બહાર એક ઝેરોક્ષની દુકાનમાંથી રંગેહાથ ઝડપી લીધા હતા.



મળતી માહિતી મુજબ એક દૈનિક અખબારના સંચાલકે તેમના અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેરખબરો પ્રકાશિત કરવા જાહેરખબરની પેનલ પરની અરજીના રીન્યુઅલ માટેની કાર્યવાહી નાનપુરા સ્થિત પ્રાદેશિક માહિતી કચેરીમાં કરી હતી.જોકે, જાહેરાત રીન્યુ કરવા માટે સહાયક માહિતી નિયામક કવસિંગભાઇ જાલાભાઈ પરમાર અને જુનિયર ક્લાર્ક સતિષભાઈ દયારામ જાદવે રૂ.5.40 લાખની લાંચની માંગણી કરી તે પૈકી રૂ.2.70 લાખ પહેલા આપવા કહ્યું હતું.


લાંચ આપવા નહીં માંગતા દૈનિક અખબારના સંચાલકે આ અંગે સુરત એસીબીમાં ફરિયાદ આપતા મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સુરત એસીબીના વુમન પીઆઈ એ.કે.ચૌહાણે આજરોજ છટકું ગોઠવ્યું હતું. તે મુજબ નાનપુરા બહુમાળી કંપાઉન્ડની બહાર એક ઝેરોક્ષની દુકાનમાં બંનેએ દૈનિક અખબારના સંચાલક સાથે વાતચીત કર્યા બાદ સહાયક માહિતી નિયામક કવસિંગભાઇ પરમારના કહેવાથી જુનિયર ક્લાર્ક સતિષભાઈ જાદવે લાંચની રકમ રૂ.2.70 લાખ સ્વીકારી તે સાથે જ એસીબી ત્રાટકી હતી અને બંનેને રંગેહાથ ઝડપી પાડી તેમની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application