Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આંતરજ્ઞાતિય લગ્ન કરનાર 23 યુગલોને રૂ.35 લાખની સહાય ચૂકવવામાં આવી,જાણો કોને મળે છે આ યોજનાનો લાભ

  • September 03, 2023 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર સમાજમાં સામાજિક સમરસતા આવે તે માટે લોકઉપયોગી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો યોગ્ય રીતે કાર્યન્વન થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. સ્વસ્થ સમાજના નિર્માણ માટે સમાજના દરેક તબ્બકાઓ સમાન તક સાથે પ્રોત્સાહન આપવામાં આવે તે માટે વંચિત સમાજના સર્વાગી વિકાસ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જે પૈકી હિન્દુ ધર્મમાંથી અસ્પૃશ્યતાનુ કલંક દુર કરી સામાજીક સમરસતા સ્થાપવાના ઉદેશ્યથી અમલી બનાવેલ ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ અન્ય જાતિના વ્યક્તિ સાથે લગ્ન કરનાર અનુસૂચિત જાતિની વ્યક્તિને રૂ.2.50 લાખની સહાય આપવામાં આવે છે.


કોઇપણ રાજ્યના વિકાસ માટે સામાજિક સમરસતાએ પાયાની જરૂરિયાત છે. સમાજમાં સામાજિક સ્થાપવાથી રાજ્યના વાસીઓ ખભેથી ખભો મિલાવીને વિકાસમાં મહત્ત્વનું સ્થાન મેળવશે. આવા સારા પ્રયત્નોને લીધે વિકાસના ફળો છેવાડાના માનવીને મળશે. સમરસ સમાજના નિર્માણ થવાથી ચોમુખી વિકાશ થવાની દિશાને ગતિ મળશે જેથી કોઇપણ સમાજ જાતિના લીધે અન્ય જાતિ સાથે હળીમળી રહે તેવા વાતાવરણ નિર્માણ થાય આ ઉમદા હેતુને સાર્થક કરવા રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ બનાવી છે.હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ સાથેના લગ્ન દ્વારા રોટી,બેટીના વ્યવહાર થાય અને અસ્પૃશ્યતાનું કલંક દુર કરી સામાજીક સમરસતા સ્થાપવાના ભાગરૂપે રાજ્ય સરકારની ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં છે.


જેમાં આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલને કુલ રૂ.2.50લાખની સહાય આપવામાં આવે છે. જે પૈકી રૂ.1,00,000/- પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ.1,50,000/- ની રકમ ઘર વપરાશના સાધનો ખરીદવા માટે આપવામાં આવે છે. વર્ષ- 2022-23 દરમિયાન પાટણ જિલ્લામાં આંતરજ્ઞાતિય લગ્ન કરનાર કુલ- 23 યુગલોએ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, પાટણ ખાતે અરજી કરી હતી. જે તમામ 23 અરજીઓ મંજુર કરવામાં આવી છે. આમ કુલ- 23 અરજીઓ મંજુર કરી રૂ.35 લાખની સહાય ચૂકવવામાં આવી છે. આ યોજના હેઠળ સહાય મેળવવા માટે કોઇ આવક મર્યાદા નથી એટલે કે અનુસૂચિત જાતિનો વ્યક્તિ ગમે તેટલી આવક ધરાવતો હોય તો પણ આ યોજના હેઠળ લાભ મેળવી શકે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application