Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે’ કહી યુવક પર હુમલો, પોલીસે હુમલો કરનાર સામે ગુનો નોંધ્યો

  • August 25, 2024 

વડોદરા અટલાદરામાં રહેતા કોલેજના વિદ્યાર્થીને યુવતી સાથે વાતચીત કરવાના મુદ્દે ફોન કરીને મળવા બોલાવી આરોપીએ લોખંડની પાઇપના ફટકા માર્યા હતા. બનાવ અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે. અટલાદરા રેસિડેન્સીમાં રહેતો નિલકંઠ  રણજીતભાઈ રાજપૂત પારૂલ યુનિવસટીમાં બીબીએનો અભ્યાસ કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે, ઇન્સ્ટાગ્રામ પર મારી ઓળખાણ પ્રિન્સ સાથે થઈ હતી. તે માંજલપુર માં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.  સાંજે સાડા પાંચ વાગ્યે તેણે મને ફોન કરીને ડોન બોસ્કો સ્કૂલની પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મળવા માટે બોલાવ્યો હતો.


જેથી, હું મારૃં મોપેડ  લઈને ગ્રાઉન્ડની બહારના ગેટ પાસે જઈને ઊભો હતો. તે દરમિયાન મારો મિત્ર દિપ આવતા અમે બંને ઊભા રહીને વાતો કરતા હતા. તે સમયે  પ્રિન્સ અને તેની ગર્લફ્રેન્ડ મોપેડ પર આવ્યા હતા. હું અને તેની ગર્લફ્રેન્ડ અવાર-નવાર વાતચીત કરતા હતા. જેથી,  પ્રિન્સે મને આવીને કહ્યું કે, તું મારી મિત્ર સાથે કેમ વાત કરે છે ? તેમ કહી ગાળો બોલી તેણે મારામારી શરૃ કરી હતી. તે દરમિયાન ગ્રાઉન્ડમાં રમતા છોકરાઓ આવી ગયા હતા અને અમને છૂટા પાડયા હતા. થોડીવારમાં પ્રિન્સ  લોખંડની પાઇપ લઈને ધસી આવ્યો હતો. તેણે  મારા માથાના આગળના ભાગે ફટકા માર્યા હતા. જેથી ત્યાં રમતા છોકરાઓએ ફરીથી આવીને તેને રોકીને મને બચાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application