Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ તાલુકા પંચાયતની મહિલા સભ્ય પર હુમલો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • October 22, 2024 

સોનગઢ તાલુકા પંચાયતની ટોકરવા બેઠકની સભ્ય ઉર્મિલા ગામીત પર સાંજે આડા સંબંધના વહેમમાં જાણીતા લાલસીંગ ગામીતની પત્ની, પુત્ર અને અન્ય બે સ્ત્રીઓએ જીવલેણ હુમલો કરવાની સાથે ઉર્મિલા ગામીતના કપડા ફાડી નાંખી તેણીના વાળ પણ કાપી નાંખવાનો ચકચારી ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, સોનગઢના ચાપલધારા ગામની રહેવાસી ઉર્મિલાબેન રાકેશભાઈ ગામીત (ઉ.વ.૩૯) સોનગઢ તાલુકા પંચાયતમાં ટોકરવા બેઠક પરથી કોંગ્રેસના બેનર પર ચૂંટાયા હતા. જોકે ગત તારીખ ૧૯-૧૦-૨૦૨૪ના રોજ તેઓ તેમની નવ વર્ષીય પુત્રી રેઝીલા સાથે સોનગઢ તાલુકા પંચાયત કચેરી ખાતે રાખવામાં આવેલી સામાન્ય સભામાં હાજરી આપવા માટે આવી હતી.


ત્યારબાદ ઉર્મિલાબેન ગામીત તાલુકા પંચાયત કચેરીથી જીજે-૨૬-એફ-૪૪૦૨ નંબરની મોપેડ પર પોતાના પુત્રી સાથે ઘરે જઈ રહી હતી. તે સમયે સોનગઢ આહવા રોડ પર રાણીઆંબા ફાટક પાસે લગભગ ૩:૩૦ વાગ્યાના અરસામાં તેમની મોપેડને એક મોટરસાયકલે આંતરી હતી. તેમજ મોટર સાયકલ પાછળ બેસેલ શોભનાબેન લાલસિંહભાઈ ગામીત (રહે.કોસંબીયા,તા.વાલોડ,જિ.તાપી) ઉર્મિલાબેન પાસે આવી ‘તું મારા પતિ સાથે કેમ સંબંધ રાખે છે’ કહી ગાળો આપી બોલાચાલી કરી હાથ વડે ઉર્મિલાબેનને મારવા લાગી હતી. તે સમયે ત્યાં એક ફોર વ્હીલ કાર પણ આવી પહોંચી હતી. તેમાંથી શોભનાબેનનો પુત્ર અને અન્ય બે સ્ત્રીઓએ આવી ઉર્મિલાબેનને મારવાનું શરૂ કર્યું હતું.


તે દરમિયાન શોભનાબેનના પુત્રએ તેની પાસે લાવેલા લાકડાના દંડાથી આંખના પાપણના ભાગે, કમરના ભાગે અને હાથમાં સપાટા મારતા ઉર્મિલાબેન જમીન પર ફ્સડાઈ પડી હતી. આ સમયે બે સ્ત્રીઓ ઉર્મીલાબેનને પકડી રાખતા શોભનાબેને કાતરથી ઉર્મિલાબેન ગામીતના વાળ કાપી કપડા ફાડી નાખ્યાં હતા. આ દરમિયાન ઉર્મીલાબેનના ગળામાંથી સોનાના પેન્ડલ સાથેની ચેઇન શોભનાબેને આંચકી લીધી હતી તથા મોબાઈલ ફોન પુત્રએ ખેંચી લીધો હતો. જેથી ઉર્મિલાબેનને ડાબા હાથમાં ફ્રેક્ચર થવાની સાથે માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. ઉર્મિલાબેનની ફરિયાદના આધારે પોલીસે શોભનાબેન ગામીત તેના પુત્ર અને અન્ય બે અજાણી સ્ત્રીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application