Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાડી ધીમે ચલાવવાનું કહી બાઇક ચાલક સાથે ઝઘડો કર્યો

  • August 08, 2021 

સચિન જીઆઇડીસી ગભેણી રોડ પરથી એક યુવક બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો. આ સમયે અન્ય એક બાઇક પર આવેલા બે ઇસમોએ યુવક પાસે આવી બાઇક ધીમે ચલાવવાનું કહી બોલાચાલી કરી નજર ચૂકવી હતી. આ દરમિયાન બીજો ઇસમે તેના શર્ટના ઉપરના ખિસ્સામાં રહેલા મોબાઇલ ચોરી કરવાની કોશિશ કરી બાઇક પર ભાગવાની કોશિશ કરી હતી. જોકે યુવકે બુમાબુમ કરતા અન્ય લોકોએ તેનો પીછો કરી તેમને ત્યાં જ ઝડપી લીધા હતા. બનાવની જાણ થતાની સાથે જ સચિન જીઆઇડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી બંનેની ધરપકડ કરી હતી. 

 

 

 

 

બનાવની વિગત એવી છે કે ચોર્યાસી તાલુકાના કનસાડ ગામમાં આવેલ હળપતિ વાસમાં રહેતા ૩૧ વર્ષીય જીગ્નેશકુમાર ભરતભાઇ રાઠોડ બાઇક લઇ ગભેણી ગામથી સાંજે પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. તેમની બાઇક ગભેણી રોડ પર આવેલ રામેશ્વર કોલોની પાસેથી પસાર થઇ રહી હતી આ સમયે એક જીજે/૫/જીક્યૂ/૮૧૧૦ નંબરની બાઇક પર બે ઇસમો તેમની પાસે આવ્યા હતા. જેથી આખરે જીગ્નેશકુમારે બાઇક ઉભી રાખી દીધી હતી. બંને ઇસમોએ તેમની પાસે આવી ગાડી ધીમી ચલાવવાનું કહી બોલાચાલી કરી વાતોમાં ભોળવ્યા હતા. આ સમયે બીજા ઇસમે જીગ્નેશકુમારના ખિસ્સામાં રહેલ મોબાઇલ ખેંચવાની કોશિશ કરી હતી. જેથી જીગ્નેશભાઇને ખબર પડી જતા તેઓએ બુમ પાડી એકને પકડી પાડ્યો હતો.

 

 

 

 

આ સમયે બીજા ઇસમે બાઇક ચાલુ કરી ભાગવાની કોશિશ કરી હતી. જોકે અન્ય લોકોએ બીજા ઇસમને પણ પકડી પાડી બારાબરનો મેથી પાક આપી પોલીસને જાણ કરી હતી. સચિન જીઆઇડીસી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફિરદોસ ઇમરાન ઉર્ફે પાવડા સઇદ શેખ (રહે. બિલ્ડીંગ નં.ઍ/૬૩, રૂમ નં.૧૬, ભેસ્તાન આવાસ, ડિંડોલી) અને રાજીક મજીદ સૈયદ (રહે. બિલ્ડીંગ નં.સી/૧૩૭, રૂમ નં.૧૬,ભેસ્તાન આવાસ, ડિંડોલી) નામના ચોર ઇસમોને પકડી લીધા હતા. પોલીસે જીગ્નેશકુમારની ફરિયાદ લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application