Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં પાણી ઓસરી જતાં પાલિકાએ સફાઈની કામગીરી સાથે દવાનો છંટકાવ કરવા સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા કરી

  • July 25, 2024 

સુરતમાં આજે સવારથી વરસાદનું જોર ઘટી જતાં સુરતીઓ સાથે સાથે પાલિકા તંત્રને પણ રાહત થઈ છે. આ ઉપરાંત ખાડી પુર ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકાએ યુધ્ધનાં ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી હતી. પાલિકાએ સફાઈની કામગીરી સાથે દવાનો છંટકાવ કરવા સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગત રવિવારે સાંજથી સુરત શહેર અને જિલ્લામાં દેમાર વરસાદ ના કારણે શહેર માંથી પસાર થતી ખાડીઓ ઓવર ફ્લો થઈ હતી જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.


હજી પણ સુરતમાંથી પસાર થતી સીમાડા ખાડી ઓવર ફ્લો છે પરંતુ જે વિસ્તારમાં ખાડીના પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકા કમિશનરે સફાઈના આદેશ આપ્યા છે. તેથી તંત્રએ યુધ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી છે. પાલિકાના આરોગ્ય વિભાગે સફાઈની કામગીરી સાથે સાથે જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરી છે. આ ઉપરાંત જે વિસ્તારમાં પાણી ઉતર્યા છે ત્યારે લોકોના આરોગ્યની કાળજી રહે તે માટે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News