આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરગા ' અભિયાનના ભાગરૂપે આજરોજ ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રેલી કાઠવામા આવી હતી. ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યુ હતુ કે, દેશભરમા 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે 'હર ઘર તિરંગા' ની થીમ પણ ઉજવણી કરવામા આવનાર છે ત્યારે ડાંગ જિલ્લામા પણ શિક્ષણ વિભાગ તેમજ સરકારના પ્રયાસથી તા.2 ઓગસ્ટથી તા.15 તારીખ સુધી 'હર ઘર તિરંગા'ના અલગ અલગ પ્રોગ્રામ કરવામા આવનાર છે.
ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓના બાળકો દ્વારા રેલી સ્વરૂપે ગ્રામજનોને 'હર ઘર તિરંગા'થી વાકેફ કર્યા હતા. તા.13 થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરો ઉપર તિરંગો લહેરાવવામા આવે તેમજ લોકોમા જન જાગૃતિ આવે તે બાબતે નાના ભૂલકાઓ દ્વારા ધ્વજ સાથે નારા લગાવવામા આવ્યા હતા.
ડાંગ જિલ્લામા 'હર ઘર તિરંગા' અંતર્ગત 50 હજારથી વધારે ઘરો તેમજ તમામ સરકારી મકાનો, 500થી વધુ શાળાઓ ઉપર તિરંગો લહેરાવશે. ડાંગ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા 'હર ઘર તિરંગા' અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો કરવામા આવનાર છે. જેમા બાળકો માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજવામા આવશે. આ પ્રવુતિઓથી બાળકોમા રાષ્ટ્ર્રભાવના વધશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500