સરકારી જિલ્લા પુસ્તકાલય, આહવામા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે, રાજારામ મોહનરાયની 250મી જન્મ જયંતીની ઉજવણીમા આઝાદીને લગતા સાહિત્ય, અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સાહિત્યના પુસ્તકોની પ્રદર્શનિનું ઉદઘાટન વાંચકોના હસ્તે દીપ પ્રગટાવી કરવામા આવ્યુ હતુ. વાચકોમા વાચનની જાગરૂકતા લાવવા માટે સરકારી જિલ્લા પુસ્તકાલય, ખાતે આયોજિત આ પ્રદર્શનમા વાચકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે અત્રેના ગ્રંથાલયનાં સક્રિય વાચક રાજેશભાઈ, મોતિરામભાઈ, રેખાબેન, બ્રિજેશભાઈ તથા અન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. જુનિયર ક્લાર્ક શ્રીમતી આર.પી.નાઈકે પુસ્તકાલયમા રાખવામા આવેલ નવલકથા, નવલિકા, કાવ્ય, નિબંધ, વાર્તા, જીવન ચરિત્ર, સંગ્રહો, ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષાનાં વિવિધ પ્રકારના તથા સ્પર્ધાત્મક સાહીત્યથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સરકારી જિલ્લા પુસ્તકાલય, આહવાના આશરે 15000 જેટલા ગ્રંથોને, સોઉલ સોફ્ટવેર થકી ડેટા કમ્પ્યુટરાઝ કરવામા આવેલ છે. તેની જાણકારી પણ આપવામાં આવી જેના કારણે પુસ્તકાલયમાંથી કોઈપણ પુસ્તક સહેલાઈથી શોધી શકાય. તથા વાચન માટે ઉપલબ્ધ છે કે નહીં તેની પણ જાણકારી મેળવી શકાય છે. આવેળા વિવિધ કાર્યક્રમોના સંભારણા સાથે પુસ્તકોની મહત્વતા સમજાવી, રોજ બરોજની વાચનની ગુણવત્તા સુધારી યાદશક્તિમા કેવી રીતે વધારો કરી શકાય, તેની ટિપ્સ પણ વાચકોને આપવામા આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500