છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ ખાસ્સુ ઘટયું છે અને કેસની સંખ્યા પણ બારે ઘટાડો થયો છે. આજે પણ બપોર સુધીમાં માત્ર ૬૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જેમાં શહેરમાં ૩૮ કેસ અને જિલ્લામાં ૨૪ કેસ નોંધાયા છે. સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૪૯ હજારને પાર કરી ૪૯,૦૪૦ ઉપર પહોચી છે. જેની સામે ૪૬,૭૨૬ દર્દીઓઍ કોરોનાને મ્હાત આપી સાજા થતા ડિસ્ચાર્જ થયા છે.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગઇકાલે સુરત શહેરમાં કોરોનાવાયરસ ના ૧૨૨ દર્દીઓ પોઝિટિવ મળી આવ્યા હતા ત્યારબાદ આજે બાર વાગ્યા સુધીમાં કોરોના વાયરસના નવા માત્ર ૩૮ દર્દીઓ નોંધાયા હતા. અત્યાર સુધીમાં સુરત શહેરમાં કોરોના પ્રોઝિટીવ દર્દીઓની સંખ્યા ૩૬,૬૦૦ ઉપર પહોચી છે પરંતુ તેની સામે ૩૪,૯૧૯ દર્દીઓઍ કોરોને મ્હાત આપતા ડિસ્ચાર્જ થયા છે. જોકે ૮૩૯ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.
જયારે સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સુરત જિલ્લામાં ગઇકાલે ૨૮ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા ત્યારબાદ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નવા ૨૪ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે જિલ્લામાં અત્યાર સુધી ૧૨૪૪૦ પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે જેમાંથી ૨૮૪ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે ૧૧૮૦૭ દર્દીઓ કોરોના વાયરસની સામે જંગ જીત્યા હતા. આમ સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૪૯,૦૪૦ ઉપર પહોચ્યો છે. જેમાંથી ૪૬૭૨૬ દર્દીઓ સાજા થયા હતા જ્યારે કુલ ૧૧૨૩ પોઝિટિવ દર્દીઓ મૃત્યુ પામી ચૂક્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500