રૂપિયા 2000ની 97 ટકાથી વધુ નોટસ બેન્કિંગ વ્યવસ્થામાં પરત આવી ગઈ છે અને હવે માત્ર રૂપિયા 10,000 કરોડના મૂલ્યની રૂપિયા 2000ની નોટસ જાહેર જનતા પાસે પડી છે, એમ રિઝર્વ બેન્ક દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે. વર્તમાન વર્ષના મે’માં RBIએ રૂપિયા 2000ની ચલણી નોટસ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.
તારીખ 19 મે 2023ના જ્યારે આ નોટસ પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે રૂપિયા 3.56 લાખ કરોડના મૂલ્યની નોટસ સર્ક્યુલેશનમાં હતી. 31 ઓકટોબર, 2023ના અંતે આ નોટસમાંથી 97 ટકાથી વધુ નોટસ બેન્કિંગ વ્યવસ્થામાં પરત આવી ગઈ છે અને રૂપિયા 10,000 કરોડની નોટસ જ હવે જાહેર જનતા પાસે છે. જેમની પાસે રૂપિયા 2000ની નોટસ હજુ પણ પડી હોય તેઓ રિઝર્વ બેન્કના 19 કેન્દ્રો ખાતે તે જમા કરાવી શકે છે. જોકે RBIના આ કેન્દ્રો પર 2000 રૂપિયાની નોટો બદલવા માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે. જોકે RBIએ એક નિવેદનમાં લોકોને ઇન્ડિયા પોસ્ટની પોસ્ટ ઓફિસથી RBIના 19 કેન્દ્રોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની સુવિધાનો લાભ લેવા જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500