Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગરમાં 550 જેટલા કર્મી હડતાળમાં જોડાયા, સચિવાલયનો ઘેરાવો કર્યો

  • September 16, 2022 

સુરેન્દ્રનગર જિલ્લાના 602 આરોગ્ય કર્મચારી 15 દિવસથી વધુ હડતાળ પર ઉતરી ગયા છે.ત્યારે કોઇ ઉકેલ ન આવતા ગાંધીનગરમાં જિલ્લાના 550 જેટલા કર્મી હડતાળમાં જોડાયા હતા અને સચિવાલયનો ઘેરાવો કર્યો હતો.




આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ પે સહિતના મહત્વના પ્રશ્નો માટે અગાઉ કરેલા આંદોલનો બાદ સરકાર તરફથી સમાધાનપત્રો થયા હતા. તેમ છતાં આ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટિપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ટીએમપીએસ, ટીએચવી તેમજ જિલ્લા સુપરવાઈઝર જેવી કેડરો સહિત કુલ-602 કર્મચારી તા.10-8-2022ને બુધવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા.




આ હડતાળને 39 દિવસ સમય થવા છતાં કોઇ ઉકેલ ન આવતા સમગ્ર ગુજરાતના આરોગ્ય કર્મીઓ ગાંધીનગરમાં એકઠા થયા હતા. ત્યારે તા.15 સપ્ટેમ્બરને સુરેન્દ્રનગર આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ મનોજભાઈ જે.ભટ્ટ, મુખ્ય કન્વિનર કિશોરભાઈ એમ.પરમાર,મહામંત્રી નરેશભાઈ આઇ. પ્રજાપતિ સહિતના જિલ્લાના 550 જેટલા આરોગ્યકર્મચારીઓ ગાંધીનગર હડતાળમાં જોડાયા હતા. જ્યારે દેખાવો કરી સચિવાલયનો ઘેરાવો કર્યો હતો અને જો કોઇ ઉકેલ નહીં આવે તો હજુ પણ વધુ કાર્યક્રમો આપવાની ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application