Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

CM ભૂપેન્દ્ર પટેલ સહિત 18 જેટલા મંત્રીઓ લઈ શકે છે આવતીકાલે શપથ,રાજ્યમાં 7મી વખત ભાજપની સરકાર બનશે

  • December 11, 2022 

ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાતમાં સતત 7મી વખત સરકાર બનાવવા માટે તૈયાર છે. ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી 156 બેઠકો જીતીને ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે, ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ અન્ય કેબિનેટ મંત્રીઓ સાથે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.



ગુજરાતમાં કેબિનેટની સંભવિત યાદી આ પ્રમાણે છે કે જે ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે. આમાં એવા ધારાસભ્યોનો સમાવેશ પણ થાય છે જેઓ પ્રથમ વખત જીત્યા છે. ગુજરાતમાં કુલ 27 મંત્રીઓ હોઈ શકે છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે હવે 15 થી 18 મંત્રીઓ શપથ લઈ શકે છે.


સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર,હર્ષ સંઘવી,સુરત; શંકર ચૌધરી,બનાસકાંઠા;નિમિષા સુચર,પૂર્વ મંત્રી એસટી;મનીષા વકીલ,ડોદરા પૂર્વ મંત્રી;કીર્તિ પટેલ,ઊંઝા (પ્રથમ વખત);જગદીશ પંચાલ,અમદાવાદ પૂર્વ મંત્રી;જય રાદડીયા,રાજકોટ પૂર્વ મંત્રી;રાઘવ પટેલ,જામનગર પૂર્વ મંત્રી;શંભુપ્રસાદ ટુંડિયા,બોટાદ,દલિત ધાર્મિક આગેવાન;વલસાડના પૂર્વ નાણામંત્રી કનુભાઈ દેસાઈ; નવસારી અનુસૂચિત જનજાતિના પૂર્વ મંત્રી નરેશ પટેલ અથવા સુરતના પૂર્વ મંત્રી ગણપત વસાવા;અલ્પેશ ઠાકોર,ગાંધીનગર;કૌશિક વેકરિયા, અમરેલી;કુંવરજી બાવરીયા,રાજકોટ પૂર્વ મંત્રી ઓબીસી કે પુરુષોત્તમ સોલંકી ભાવનગર પૂર્વ મંત્રી ઓબીસી યાહીરા સોલંકી,અમરેલી;અનિરુદ્ધ દવે,કચ્છના પ્રથમ વખત ધારાસભ્ય;રીવાબા જાડેજા,જામનગર; તથા સાબરકાંઠાના પૂર્વ મંત્રી રમણ વોહરાને સ્પીકર બનાવવામાં આવી શકે છે.


મંત્રીમંડળમાં હાર્દિક પટેલનું નામ પણ સામેલ થઈ શકે છે. સાથે જ સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્ર પટેલના સંભવિત મંત્રીમંડળમાં તમામ જ્ઞાતિઓને સ્થાન આપવાના પ્રયાસો કરવામાં આવશે. તેમજ અનુભવી અને યુવા નેતાઓને સામેલ કરી શકાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News